Western Times News

Gujarati News

દાણીલીમડા આપઘાત કેસમાં પતિએ પત્નીનું મર્ડર કર્યું હોવાનું ખુલ્યુ

પતિએ અગાઉ પણ  પત્નીનું ગળુ દબાવવાનો પ્રયત્ન કર્યુ હોવાનુ આક્ષેપ

અમદાવાદ : બે દિવસ અગાઉ દાણીલીમડાનાં પરીક્ષીતલાલ નગર નજીક એક પરીણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ઘટના બની હતી પોલીસ ઘટના સ્થળે પહોચતા પરીણીતાના પરીવાર જનોએ તેની હત્યા કરવામાં આવી હોવાનાં આક્ષેપો લગાવ્યા હતો જેને પગલે પોલીસે એ દિશામાં હાથ ધરી હતા અને છેવટે અવાર નવાર પત્ની પર શંકા રાખી ઝઘડા કરતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું ખૂલતા ચકચાર મચી છે.

બે દિવસ અગાઉ વાસુદેવ ધનજીની ચાલી દાણીલીમડા ખાતે એક મહીલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના મેસેજને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી જ્યા મહીલાના સાસરીયા હાજર હતા થોડીવારમાં મહીલાની માતા સહીતના પરીવાર જનો પણ આવી પહોચ્યા હતા પોલીસે મરનાર મીસ્બાહ (૨૦) ના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પતિ શોએબ હારૂન છીપાનું નિવેદન લેતા તેણે પોતે રાત્રે સુઈ ગયા બાદ વહેલી સવારે આખ ખુલતા પત્ની મિસ્બાને ગળેફાસો ખાધેલી હાલતમાં જાઈ હોવાનુ નિવેદન આપ્યુ હતુ બાદમાં તેણે પરીવારજનો તથા પોલીસને જાણ કરી હતી.

પરતુ પોલીસે મિસ્બાહેના પરીવારની પુછપરછ કરતા ચોકાવનારી વિગતો બહાર આવી હતી કે મજુરી કામ કરતો શોએબ મિસ્બાહને ગમતો હોવાથી તેમણે શોએબ સાથે લગ્ન કરાવ્યા હતા થોડા સમય સારુ ચાલ્યા બાદ શોએબ મિસ્બાહ પર શંકા રાખી તેની ઘરની બહાર નીકળવા દેતો ન હતો ઉપરાંત અવારનવાર મારઝુડ પણ કરતો હતો દરમિયાન મિસ્બાહ બિમાર થયા બાદ શોયેબ કામધંધો કરતો ન હતો ઉપરાંત મિસ્બાહ તુ તારા ઘરથી શુ લાવી છે.

કહીને પાસેથી રૂપિયાની માગણી કરતો. હેવાનિયતની હદે પહોંચેલો શોએબ એક વખત મિસ્બાહનો ઉપર ગરમ ચા રેડી દેધી હતી ઉપરાંત તેનું ગળુ દબાવીને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેથી ગભરાયેલી મિસ્બાહ તેના માતા પિતા ના ઘરે જતી રહી અને પોતાના આપવીતી જણાવતી હતી જા કે માતા પિતા તેને સમજાવી પરત મોકલતા હતા. મિસ્બાહની હત્યા થઈ.

એ દિવસે પણ શોએબ તેની સાથે ઝઘડો કરતા મિસ્બાહ જમાલપુરમાં માતાપિતાને ત્યા આવી હતી પરતુ મોડી રાત્રે શોએબ ત્યા પહોચ્યો હતો અને હવેથી ઝઘડો નહી કરુ તથા મિસ્બાહને પણ સારી રીતે રાખીશ તેમ કહીને ઘરેથી લઈ ગયો હતો જા કે બીજી જ સવારે મિસ્બાહના મોતના સમાચાર મળતાં તેના પરીવારજનો પણ આભ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરતા પોલીસે ચોકાવનારી વિગતો બહાર આવ્યા બાદ શોએબ સામે ખુનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.