Western Times News

Gujarati News

મ્યુનિ. કમીશ્નરે રજાના દિવસે ઈજનેર અધિકારીઓની મીટીંગ બોલાવી

File

કેચપીટો-મેનહોલની ગેરરીતિ મામલે વન-ટુ-વન બેઠક થશે : ડ્રેનેજ સફાઈમાં સેફટી-સાધનો નો ઉપયોગ ન કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન એકશન પ્લાન અને સામાન્ય વરસાદમાં થતી જળબંબાકાર ની સ્થિતીનો વિવાદ જાર પકડી રહયો છે. મ્યુનિ.કમીશ્નરની ગેરહાજરી દરમ્યાન થયેલ વરસાદ અને જવાબદાર અધિકારીઓની બેદરકારીના પડઘા ગાંધીનગર સુધી પડયા હતા. જેના પરીણામે મ્યુનિ.હોદ્દેદારોએ ઈજનેરખાતા ની ઝાટકણી કાઢી હતી.

જયારે કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત મ્યુનિ.કમીશ્નર પણ સફાળા જાગૃત થયા છે. તથા છેલ્લા એક સપ્તાહથી ઈજનેર ખાતાના અધિકારીઓને આડા હાથે લઈ રહયા છે જેના ભાગરૂપે બીજા શનિવાર હોવા છતાં પણ તમામ ઝોનના એડીશનલ ઈજનેર અધિકારીઓને સાથે વન-ટુ-વન મીટીંગ રાખવામાં આવી છે. જયારે ડ્રેનેજ લાઈનોની સફાઈ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટરો અને મંડળીઓ પાસેથી લેખીત બાંહેધરી પણ લેવામાં આવી છે.

ચોમાસા પહેલા તૈયાર કરવામાં આવેલ પ્રિ-મોન્સુન એકશન પ્લાન ના ભવ્ય ફીયાસ્કાના પગલે મ્યુનિ. કમીશ્નર હરકતમાં આવ્યા છે. એક સપ્તાહ પહેલા મળેલી રીવ્યુ બેઠકમાં સાત ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર કક્ષાના અધિકારીઓને રાઉન્ડ લઈને કેચપીટ અને મેનહોલ ની ચકાસણી કરવા તાકીદ કરી હતી તેમના રીપોર્ટ બાદ મ્યુનિ. કમીશ્નર પણ મેદાનમાં આવ્યા છે.

છેલ્લા ચાર-પાંચ દિવસથી તમામ ઝોનમાં કેચપીટ અને મેનહોલ ના રેન્ડમ ચેકીગ કર્યા છે. જેમાં અનેક નકારાત્મક બાબતો બહાર આવી છે. જેમાં તાકીદે સુધારો કરવા એડીશનલ ઈજનેરોને આદેશ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કમીશ્નરે એડી.ઈજનેરોની ચકાસણી કરવા માટે શનિવારે ખાસ મીટીંગ ની ગોઠવણ કરી હતી. જેમાં તમામ એડીશનલ ઈજનેરો સાથે વન-ટુ-વન મીટીંગ -ચર્ચા કરવામાં આવશે.

સાથે સાથે કરવામાં આવેલ કામગીરીનું પ્રેઝન્ટેશન પણ જાવામાં આવશે. જેના કારણે ઈજનેર વિભાગમાં ફફડાટ જાવા મળ્યો છે. સુત્રોએ જણાવ્યા મુજબ લગભગ ૩૦ ટકા કેચપીટો ખામીયુકત છે. તેમજ પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંતર્ગત પુરતી સફાઈ પણ થઈ નથી. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. મ્યુનિ. કમીશ્નરે તમામ કેચપીટોના જાડાણની ચકાસણી અને ફરીથી સફાઈ કરવા માટે સુચના આપી હતી.

જેના રીપોર્ટ અને પ્રેઝન્ટેશન માટે ઈજનેર અધિકારીઓને બે શેસનમાં બોલાવવામાં આવ્યા છે. જેમાં કેચપીટોની સફાઈ, વોટર લોબીંગ સ્પોર્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનમાં થયેલ ગેરકાયદેસર જાડાણો અંગેના તમામ રીપોર્ટ લેવામાં આવશે.

શહેરમાં ડ્રેનેજ સફાઈના કામ દરમ્યાન કામદારોના મૃત્યુ થયા હોવાની દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ અંગે જે સેફટી ગાઈડલાઈન આપવામાં આવી છે. તેનો અમલ થતો નથી. મ્યુનિ. કમીશ્નરે જેટીંગ મશીનની કામગીરી દરમ્યાન સેફટી ગાઈડ લાઈન અમલ માટે ખાસ પરીપત્ર કર્યો હતો. જેમાં કર્મચારીઓ ગમબુટ, ગ્લોબઝ,જેકેટ, માસ્કનો ઉપયોગ કરે તે જાવાની જવાબદારી ઈજનેર વિભાગને સોપવામાં આવી છે. જેના ભાગરૂપે સીટી ઈજનેરે તમામ કોન્ટ્રાકટરો સાથે મીટીગ કરી હતી.

પ્રથમ ગુના બદલ રૂ.દસ હજાર અને બીજા ગુના બદલ રૂ.એક લાખનો દંડ નકકી કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ જા સુધારો ન થાય અને ગુનો કે ભુલ થાય તો કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવામાં આવશે. સીટી ઈજનેરે આ બાબતનો સમંતિપત્રક પણ કોન્ટ્રાકટરો પાસેથી લીધો છે. તેવી જ રીતે તમામ ઝોનમાં મંડળીઓ કે નાના કોન્ટ્રાકટરો પાસેથી પણ એડીશનલ ઈજનેર દ્વારા બ્લેકલીસ્ટ કરવા માટે ના સમંતિપત્રક લેવામાં આવ્યા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.