Western Times News

Gujarati News

સેન્ટ ઝૅવિયર કોલેજ ખાતે થેલેસેમિયા ચેકઅપ  કેમ્પ યોજાયો

રોટરી ક્લબ અમદાવાદ નોર્થના સામાજિક દાયિત્વના ભાગરૂપે સેન્ટ ઝૅવિયર કોલેજ ખાતે તાજેતરમાં થેલેસેમિયા ચેકઅપ  કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 400 જેટલાવિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો . કાર્યક્રમના ભાગ તરીકે વિદ્યાર્થીઓને વીડિયો બતાવીને જણાવાયું હતું કે શા માટે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે .જો ટેસ્ટમાં કોઈ થેલેસેમિયા માઇનોર આવે તો લગ્ન અગાઉ જોવું જોઈએ કે તેમનો પાર્ટનર થેલેસેમિયા માઇનોર ના હોય નહી તો 25 ટકા શક્યતા રહે કે તેમનું સંતાન થેલેસેમિયામેજર હોઈ શકે અને તે પોતાનું લોહી જાતે ના બનાવી શકે અને તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન  ની જરૂર પડે.

પ્રોજેક્ટ ના ચેરમેન દેવીદાસ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે “ બ્લડ ટ્રાન્સફ્યુઝન નો સમય બાળકની ઉંમર અને વિકાસ સાથે બદલાતો હોય છે આ પ્રોસેસ પીડાદાયક હોયછે અને તેના પછી લેવી પડતી દવાઓ મોંઘી હોય છે. આવું બાળક 20 વર્ષ સુધી જીવી શકતું હોય છે ત્યાં સુધી ઘણો મોટો આર્થિક ખર્ચો થઇ જતો હોય છે. જો પાર્ટનર્સથેલેસેમિયા માઇનોર હોય તો તેમણે લગ્ન કરવાનું ટાળવું જોઈએ જેથી બંનેના કુટુંબ આર્થિક અને માનસિક તકલીફથી દૂર રહી શકે .

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.