Western Times News

Gujarati News

ચીન સાથે સરહદ પર સ્ફોટક સ્થિતિની વચ્ચે વડાપ્રધાન લેહ પહોંચ્યા

લેહ: એલ.એ.સી પર ભારત-ચીન વચ્ચે ટેન્શનભર્યા વાતાવરણની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોંચ્યા છે તેમણે ગલવાનઘાટીમાં ચીન સાથેની અથડામણમાં ઘાયલ થયેલા જવાનોની મીલીટ્રી હોÂસ્પટલમાં જઈ ખબર અંતર પૂછયા હતા. વડાપ્રધાનના આગમનને પગલે લેહ-લદ્દાખલ સરહદે રહેલા જવાનોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોંચ્યા હતા તેમની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હતા દરમિયાનમાં વડાપ્રધાનના આગમનના પગલે સુરક્ષાદળો એલર્ટ થઈ ગયા હતા. એસ.પી.જી.ના ચુનંદા જવાનો વડાપ્રધાનની મુલાકાતના સ્થળે ગોઠવાઈ ગયા હતા.

ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષમાં ભારતના ર૦ જવાનો શહીદ થયા હતા જયારે ભારતના જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપીને તેમના ૪૦થી વધારે જવાનોના ઢીમ ઢાળી દીધા હતા. ભારતના જવાનોએ ચીનના જવાનોની ગરદનો તોડી નાંખીને તેમને જવાબ આપી દીધો હતો. ભારત-ચીનના જવાનો વચ્ચેની અથડામણ પછી લદ્દાખમાં બંને દેશોએ શસ્ત્રો સાથે સૈન્યને આમને-સામને ગોઠવી દીધુ છે હાલમાં લદ્દાખમાં સ્થિતિ  અત્યંત સ્ફોટક છે

આવી સ્થિતિમાં  જવાનોનો હોસલો બુલંદ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ લેહ પહોંચી ગયા છે તેમની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત છે. વડાપ્રધાને મીલીટ્રી હોસ્પિટલમાં  સારવાર લઈ રહેલા જવાનોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની મુલાકાતથી જવાનોમાં જાશ-જુસ્સો વધ્યો છે વડાપ્રધાન લેહમાં જવાનોને મળીને સીધા ફોરવર્ડ પોસ્ટ પર રહેલા જવાનોને મળવા પહોંચે તેવી શક્યતા છે. તેમની સાથે સી.ડી.એસ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખના વડા જાડાય તેવી વકી છે વડાપ્રધાન તથા લશ્કરી અધિકારીઓને લઈ જવા માટે લેહમાં ચાર હેલિકોપ્ટર્સ તૈયાર રખાયા છે.

વડાપ્રધાન ફોરવર્ડ પોસ્ટ જવાની ઈચ્છા બતાવશે તો તેમને મીલીટ્રી ચોપર્સમાં લઈ જવાશે વડાપ્રધાન ફોરવર્ડ પોસ્ટના જવાનો સાથે બેઠક કરશે તેમને મળશે છેલ્લા બે મહિનાથી ફોરવર્ડ પોસ્ટ પર જવાનો એલર્ટ રહીને પોતાની ફરજ બજાવી રહયા છે વડાપ્રધાન દેશના જવાનોને દેશ તેમની સાથે છે તે પ્રકારનો મેસેજ આપવા માંગે છે તો ચીનને સ્પષ્ટ ઈશારો કરી દીધો છે કે ભારતને છેડશો તો છોડશે નહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેહ જવાના હોવાથી રક્ષામંત્રીનો આજનો લદ્દાખનો પ્રવાસ રદ્દ કરાયો છે દરમિયાનમાં વડાપ્રધાન ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લેશે તો તેને ધ્યાનમાં લેતા સુરક્ષા- વ્યવસ્થા મજબુત કરી દેવાઈ છે

વડાપ્રધાનની મુલાકાત સમયે એસ.પી.જી.ની સાથે સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો અને લશ્કરના જવાનોને એલર્ટ કરી દેવાયા છે. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈપણ જાતની કચાશ રખાઈ નથી વડાપ્રધાનના આગમન સમયે વાયુદળના ફાઈટર વિમાનોને સતત પેટ્રોલીંગ કરવા જણાવી દેવાશે. વડાપ્રધાનની સાથે સી.ડી.એસ બિપિન રાવત અને લશ્કરની ત્રણેય પાંખના વડાઓ તથા લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.