Western Times News

Gujarati News

પેટ પર મધમાખીઓ મૂકી પ્રસૂતાએ ફોટો પડાવ્યો

ટેક્સાસની મહિલાએ મધમાખી પાળવાની ખુશી વ્યક્ત કરી, ૧૦,૦૦૦થી વધુ મધમાખીઓ સાથે ફોટા પડાવ્યો
ટેક્સાસ,  મેટેરનિટી ફોટોશૂટ્‌સ મોટાપાયે હરખ અને આનંદની લાગણી વ્યક્ત કરવા માટે કરાય છે. પરંતુ ટેક્સાસની એક મહિલાએ એવો ફોટોશૂટ કરાવ્યું કે તેનાથી ઇન્ટરનેટના વપરાશકારો ગૂંચવાઇ ગયા છે અને ડિસ્ટર્બ પણ થઇ ગયા છે. હકીકતમાં આ ગર્ભવતી મહિલાએ પોતાના ઉપસેલા પેટ પર આશરે ૧૦,૦૦૦થી વધુ મધમાખીઓ સાથે ફોટા પડાવીને તમામને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.

આ મહિલાએ પોતાની માતા બનવાની ખુશી એવીરીતે વ્યક્ત કરી કે લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે. લોકો આવો ફોટો મુકવાનો મતલબ પણ સમજી શક્યા નથી અને જાત-જાતની કોમેન્ટ કરી રહ્યા છે. ટેક્સાસના બોએર્નેની બેથેની બેકર નામની આ મહિલાએ આઉટડોર ફોટોશૂટ કરાવ્યું છે. મધમાખી પાળવાની શોખીન બેથાની તેના ખુલ્લા પેટને દર્શાવે છે અને તેના ઉપસેલા પેટ પર જીવતી મધમાખીના પડ દેખાઇ રહયા છે.

આ મહિલાએ ફેસબુક પર આ ફોટો શેર કરીને તેની સાથે વોર્નિંગ જારી કરી છે. તેણે લખ્યું છે કે ‘આવું કરવું ખતરનાક હોઇ શકે છે. અનુભવ અને જાણકારી વગર આવું કરવાનો પ્રયાસ ન કરતા.’ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મિસકેરિજ થઇ જતાં આ મહિલા હતાશ થઇ ગઇ હતી અને ડિપ્રેશનમાં ગરકાવ થઇ ગઇ હતી. પરંતુ તે ફરીથી ગર્ભવતી બનતાં તેણે પોતાના નહિ જન્મેલા બાળકની કાળજી માટે આવો ફોટો પડાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.