Western Times News

Gujarati News

આજે અમદાવાદમાં મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટા પડશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

આગામી બે થી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં પવનની સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમ્યાનમાં છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧પ૦ કરતા વધુ તાલુકાઓમાં શ્રીંકારવર્ષા થઈ છે. જા કે દ્વારકા-ખંભાળીયામાં તો આભ ફાટ્યુ છે. ખંભાળીયામાં ૧ર ઈંચ તથા દ્વારકામાં ૯ ઈંચ જેટલો ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ  સર્જાઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર- પંથકમાં ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે. દરમ્યાનમાં અમદાવાદ શહેરમાં આકાશમાં વરસાદી વાદળો છવાઈ જાય છે.

પરતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છેલ્લા બે દિવસથી વરસાદ અમદાવાદીઓને હાથતાળી આપી રહ્યો છે. હમણા વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ સર્જાય છે. પરંતુ વરસાદ પડતો નથી. જેને કારણે ભેજ-બફારો વધે છે. આજે અમદાવાદમાં મધ્યમ પ્રકારના ઝાપટા પડવાની આગાહી કરાઈ છે. ગરમીથી ત્રસ્ત લોકો મેઘરાજાની પધરામણી થાય એવું ઈચ્છી રહ્યા છે. રાજય પર વેલમાર્ક સિસ્ટમ સક્રિય્‌ છે. તેને કારણે હજુ બેત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.