Western Times News

Gujarati News

‘વર્ક ફ્રોમ હોમ’ પધ્ધતિ આઈટી કંપનીઓએ મહિનાની મુદત વધારી

ઘરેથી કામ કરવાની પધ્ધતિ કાયમી ધોરણે ચાલુ રાખવા વિચારણાઃ આઈટી કંપનીને ફાયદો, કર્મચારીઓ નુકશાન છતાં બીજા અન્ય ફાયદા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત દેશની ટોચની આઈટી કંપનીઓએ કોરોનાને કારણે પોતાના કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં લેતા લોકડાઉનના બે મહિના ‘વર્ક ટુ હોમ’ ની થીયરી અમલમાં મુકી હતી. હવે આ પધ્ધતિને તેઓ કાયમી બનાવવાનું વિચારી રહ્યા છે. જા આમ, થાય તો આઈટી કંપનીઓને આર્થિક ફાયદો થશે તે સાથે કર્મચારીઓને પણ સરળતા રહેશે. અલબત્ત, આ પ્રકારની વિચારણાનો ઘણા કર્મચારીઓ વિરોધ પણ કરી શકે છે.

અમદાવાદની વાત કરીએ તો કોરોનાને કારણે આઈટી કંપનીઓએ વધુ એક મહિના માટે ‘વર્ક ટુ હોમ’ થીયરીને લંબાવી છે. આઈટી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોવાથી કોરોના ફેલાવાનો ડર વ્યક્ત કરાઈ રહ્યો છે. અત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સ/ખ્યામાં એકંદરે ઘટાડો થયો હોવા છતાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધ્યા છે. તેને ધ્યાનમાં લેતા આઈટી કંપનીઓએ એક મહિના ‘વર્ક ટુ હોમ’ થીયરીના સંદર્ભમાં એક મહિનો એક્ષટેન્શન આપ્યુ છે. મતબલ કર્મચારીઓને એક મહિના માટે વધારે ઘરેથી કામ કરવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના કારણે ૧૯૦ અબજ ડોલરના આઈટી ઉદ્યોગના લાખો કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. જા આ પધ્ધતિને કાયમી અમલમાં મુકવામાં આવે તો આઈટી કંપનીઓને મોટો ફાયદો થઈ શકે છે. જેને કારણે આઈટી કંપનીઓને ૩૦ થી પ૦ ટકા રિયલ એસ્ટેટની જરૂર નહીં પડે. વળી, વર્ક ટુ હોમની પધ્ધતિથી આઈટી કંપનીઓ પગાર ધોરણમાં કાપ મુકી શકે છે.

ઘરેથી કામ કરવાથી જે વધારાના ભથ્થા મળતા હતા તે બંધ કરી દેવાશે. હાલમાં આઈટી ની મોટી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓના પગારમાં ૩૦ થી ૪૦ ટકા સુધીનો કાપ મુક્યો છે. તો કેટલીક કંપનીઓએ તો કર્મચારીઓને ઈન્કીમેન્ટ સુધ્ધા આપ્યા નથી. બીજી તરફ ‘વર્ક ટુ હોમ’ ને કારણે કર્મચારીઓને ટ્રાવેલીંગ બચશે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે. તો વર્ક ટુ હોમને કારણે અનેક પ્રકારની સગવડતા ઉપલબ્ધ થઈ શકે. વળી, ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર ટ્રાફિક અડચણનો સામનો કરવો પડશે નહીં. શિયાળો, ઉનાળા અને ચોમાસું જેવી ઋતુમાં પણ સરળતાથી ઘરે કામ કરી શકાશે. તેની સાથે લંચ સમયે ગરમ જમવાનું સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.

આમ, કર્મચારીઓને અન્ય ફાયદા છે. પરંતુ ઓફિસ જેવું વાતાવરણ મળશે નહીં તે હકીકત છે. હાલમાં તો જ્યાં સુધી કોરોનાની મહામારી છે અને તેની વેકસિન શોધાઈ નથી તેવા સંજાગોમાં આઈટી સેકટરના લાખો કર્મચારીઓ માટે ‘વર્ક ટુ હોમ’ની પધ્ધતિ ફાયદાકારક છે ‘સ્ટે હોમ’ થી કોરોનાથી બચી શકાય છે અને કામ સરળતાથી થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.