Western Times News

Gujarati News

મણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો

પ્રતિકાત્મક

મણિનગર રેલવે ટ્રેક પર સવારથી બિનવારસી ઊંટ દોડી રહ્યો હોઈ રેલવે સ્ટેશનની બધી ટ્રેનોને રોકી દેવામાં આવી
અમદાવાદ,  શહેરના મણિનગરમાં ગુરુવારના રોજ સવારથી બિનવારસી ઊંટ રોડ પર દોડી રહ્યો હતો. જેના કારણે વાહના ચાલકો અને આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મણિનગર પાસે આવેલા રેલ્વે ટ્રેક પર સવારથી એક બિનવારસી ઊંટ દોડી રહ્યો હતો જેના કારણે મણિનગર રેલ્વે સ્ટેશનની તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી.

જાે કે આ ઊંટ રેલ્વે ટ્રેકથી દોડી જાહેર માર્ગ પર આવી પહોંચ્યો હતો જેથી તેને જાેવા માટે ભારે ભીડ જામી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સજાર્યા હતા. જાહેર માર્ગ પર દોડી રહેલા ઊંટને જાેતા લોકોમાં કુતુહલ જાેવા મળી હતી અનો પોતાના મોબાઈલ ફોનથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયમાં વાયરલ કરતા લોકો નજરે ચઢયા હતા. અમદાવાદ શહેરમાં દિવસે દિવેસ રખડતા કૂતરાઓનો આંતક વધતો જાેેવા મળી રહ્યો છે. આ રખડતાં કૂતરાઓના કારણે વાહન અકસ્માતના બનાવોમાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.

આ રખડતાં કૂતરાઓ સામે એએમસી દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક દિવસે દિવસે વધતો જ જઈ રહ્યો છે. આ કૂતરાઓના કારણે રોડ પર વાહન અકસ્માતના ગુનાઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. શનિવાર રાત્રે શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં એક વૃદ્ધ પર જગલી કૂતરાએ જીવલેણ હુમલો કયોર્ હતો, જેથી તે વૃદ્ધ જમીન પર પટકાયા હતા.

જમીન પર પટકાતા તેમના પર કૂતરાએ હાથમાં તેમને બચકા ભરી લીધા હતા. આ બનાવને લઈ આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનને ભગાડ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.