Western Times News

Gujarati News

ચીનની વિરૂદ્ધ અમેરિકા વધારે સખ્ત પગલાં ઉઠાવવાની તૈયારીમાં

વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વ્હાઇટ હાઉસે બુધવારનાં કહ્યું છે કે અમેરિકા ચીનની વિરુદ્‌ધ અન્ય ઘણા પગલા ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. જો કે વ્હાઇટ હાઉસે એ સ્પષ્ટ નથી કયુँ કે અમેરિકા ચીનની વિરુદ્‌ધ કયા પગલા ઉઠાવશે. કોરોના વાયરસની મહામારી બાદ અમેરિકા અને ચીનનાં સંબંધો વધારે ખરાબ થયા છે. અમેરિકામાં કોરોના વાયરસની મહામારીથી ભયંકર તબાહી થઈ છે જે માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને જવાબદાર ઠેરવતા રહ્યા છે.

હોંગકોંગમાં ચીનનાં નવા રાષ્ટ્રિય સુરક્ષા કાયદા, ઉઇગર મુસલમાનોની સાથે ક્રુર વર્તન અને તિબેટને લઇને પણ બંને દેશો સામ-સામે છે. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૈલી મેક્નીએ બુધવારનાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “હું એ તો નથી જણાવી શકતો કે ચીનની વિરુદ્‌ધ અમે આગળ શું એક્શન લેવાના છીએ, પંરતુ જલદી તમે કંઇક એવી કાર્યવાહી વિશે સાંભળશો જે ચીન સાથે જોડાયેલી છે. આ વાતની હું પુષ્ટિ કરું છું.”

અમેરિકાનાં ટોચનાં અધિકારીઓનાં નિવેદનોથી એવું લાગી રહ્યું છે કે ચીનની વિરુદ્‌ધ અમેરિકા વધારે સખ્ત પગલાં ઉઠાવવાની તૈયારીમાં છે. હોંગકોંગ, ઉઇગર મુસલમાનો અને તિબેટને લઇને અમેરિકા પહેલા જ અનેક ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રાૅબર્ટ ઓ બ્રાયને બુધવારનાં હોંગકોંગમાં નવા રાષ્ટ્રિય સુરક્ષા કાયદાને લઇને કહ્યું કે, ચીને શહેર પર કબજો કરી લીધો છે.

બ્રાયને કહ્યું કે, “મને લાગે છે આવનારા સમયમાં ચીનની વિરુદ્‌ધ અનેક પગલાં જોશો. અમેરિકાનો કોઈપણ રાષ્ટ્રપતિ ચીન સામે એ રીતે ઉભો નથી થયો જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અડ્યા છે. તેઓ પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપતિ છે જેમણે વેપાર અસંતુલન ખત્મ કરવા માટે ચીની સામાન પર ભારે-ભરખમ ટૈરિફ લગાવ્યો છે.” એફબીઆઈ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ પણ એક દિવસ પહેલા નિવેદનમાં કહ્યું હતુ કે, ચીન અમેરિકાની બૌદિ્‌ધક સંપત્તિ ચોરવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.