Western Times News

Gujarati News

અમદાવાદમાં ઓનલાઈન છેતરપીંડીઃ શિક્ષિતો ભોગ બન્યા

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈન છેતરપીંડીની ઘટના જાણે સાવ-સમાન્ય બાબત હોય એમ રોજેરોજ ઠગાઈના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘટના રોજેરોજ બનતી હોવા છતાં નાગરીકોમાં જાણકારીનો અભાવ અથવા એ પ્રત્યે ઉદાસીનતા દાખવતા હોય એમ લાગી રહ્યુ છે.

સેકડો નાગરીકો સાથે ઠગાઈ થતાં તંત્ર દ્વારા પણ વારંવાર જાહેરાતો કરીને આવા ગઠીયાઓની વાતોમાં ન આવવા કોઈપણ લાલચમાં આવીને માહિતી શેર ન કરવા અપીલ કરવામાં આવેે છે. તેમ છતાં પણ શિક્ષિત નાગરીકો પણ ભોગ બનતા આર્શ્ચર્ય થઈ રહ્યુ છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાંચથી વધુ ફરીયાદો આવતા ચકચાર મચી જવા પામી છે.

અભિનવ ભટ્ટ જીસીએસ હોસ્પીટલ અમદુપુરામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અને હોસ્પીટલના જ સ્ટાફ ક્વાર્ટસમાં રહે છે. થોડા દિવસો અગાઉ તેમનેે એક્સીસ બેંકના કર્મચારીની ઓળખ આપી ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી આપવા ઉપરાંત ફ્રી શોપીંગની ઓફર ફોન પર અજાણ્યા શખ્સે કરી છે.

એ માટે બેંકના ક્રેડીટ કાર્ડની માહિતી પણ ગઠીયાએ મેળવી લીધી હતી. બાદમાં અભિનવભાઈએ તેને ઓટીપી નંબર પણ આપતા ગઠીયાએ ગણતરીની મિનિટોમાં જ રૂા.૧.૬૦ લાખની ખરીદી કરી લીધી હતી. અને તેમના કાર્ડની લીમીટ રૂો. બે લાખ થઈ ગયા હોવાનું જણાવી ફોન મુકી દીધો હતો. બાદમાં પોતાની સાથે થયેલી છેતરપીંડીની જાણ થતાં તેમણે શહેરકોટડા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સરદારનગરમાં બે કિસ્સા સામે આવ્ય્‌ છે. જેમાં અજયભાઈ ચાવડાને નોકરીની ઓફર કરીને બુકીંગ ફી, કીટ ફી, ઉપરાંતની રકમ ભરાવડાવીને કુલ રૂા.૯ર હજાર આંચકી લીધા હતા. જાે કે તેમને શંકા જતાં રૂપિયા પરત માંગતા અજાણ્યા શખ્સે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો.

આ ઘટનાની જાણ અજયભાઈએ પોલીસન કરી હતી. કુબેરનગર જી વોર્ડમાં રહેતા ગુલાબભાઈ લાલચેવનીના ફોન ઉપર બજાજ ફાયનાન્સમાંથી લોન માટેની લીંક મોકલવામાં આવી હતી. જે લીંક ઉપર તેમણે ફોર્મ ભરી સબમીટ કરતા અજાણ્યા શખ્સે ફોન કરી તેમની બેંકની માહિતી માંગી લીધી હતી. જેનો ઉપયોગ કરી તેેણે રૂપિયા ર૪ હજાર ઉપાડી લેતા ગુલાબભાઈએ છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે.  થલતેજ ફાટક નજીક રહેતા રીનાબેન શર્માને રહુલ શર્મા નામના શખ્સે પેેટીએમના કેવાયસી અપડેટ કરવાના બહાને ૩૬ હજાર રૂપિય્‌ ભરાવવીને ઠગાઈ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.