Western Times News

Gujarati News

મધ્યઝોનમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં અમદાવાદ મ્યુ. કોર્પો.ની કમાલ કે ભૂલ ?

Files Photo

મનપાએ વધુ એક વખત “કેચ ધ વાયરસ” નીતિનો અમલ શરૂ કર્યો 

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: દેશમાં મહારાષ્ટ્ર પછી કોરોનાના કેસોમાં ગુજરાત મુખ્ય હબ બની ગયુ છે અને તેમાં પણ મૃત્યો દર સૌથી વધુ હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સક્રિય રીતે કોરોનાને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ટ્‌સ્ટો ઓછો પ્રમાણ થતા કેસોની સંખ્યામા ઘટાડો નોધાયો હતો જેના પરીણામે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગતા તંત્ર સફાળુ જાગ્યુ છે અને હવે ટેસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે.

પરતુ ચોકાવનારી બાબત એ છે કે અમદાવાદમાં કોરોનાથી થયેલામૃત્યુનો આક કોર્પોરેશન છુપાવી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે શહેરના મધ્ય ઝોનમાં જ મોટો તફાવત જાેવા મળી રહ્યો છે. જેના પરિણામે સુરત જેવી સ્થિતિ નું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યુ છે. મ્યુનિ. કોર્પોરેશન સત્તામાં યાદી અને અતિમ નામોની યાદીમાં બહુજ મોટો ફરક જાેવા મળી રહ્યો છે જેની સાબિતી મધ્ય ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશન જાહેર કરેલા આકળા અને આતરીક સુત્રો તરફથી પ્રાપ્ત થયેલા આંકડા દ્વારા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનમાં પ જુલાઈ સુધી મૃત્યુના આકડા જાહેર કરવામાં આવે છે તેના કરતા ૯૦ મૃત્યુઓ વધારે નોધાયા હોવાની વિગતો બહાર આવી છે.


શહેરના કોટ વિસ્તારમાંથી કોરોનાનો આતંક ઓછો થઈ રહયો છે. મધ્યઝોનમાં જુલાઈ મહીનાની નવ તારીખ સુધી કોરોના ના માત્ર ૬૩ કેસ અને બે મરણ કન્ફર્મ થયા છે. મતલબ દૈનિક સરેરાશ સાત કેસ નોધાયા છે. જુલાઈ મહીનામાં માત્ર ત્રણ વખત દસ કે તેથી વધુ કેસ જાહેર થયા છે. જયારે માત્ર બે દિવસ એક-એક મૃત્યુ નોધાયા છે.

મધ્યઝોનમાં એપ્રિલ મહીનામાં ડોર ટુ ડોર સર્વે દરમ્યાન મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જેના કારણે માર્ચથી ૯ જુલાઈ સુધી કોટ વિસ્તારમાં કુલ ૪૦૮૬ કેસ અને ૩૬ર મરણ થયા છે. સુત્રોએ જણાવ્યા મુજબ પાંચ જુલાઈ સુધી ખાડીયા વોર્ડમાં ૮૮૩ કેસ અને ૧૦૩ મૃત્યુ, દરીયાપુરમાં ૪૪૬ કેસ અને પપ મૃત્યુ, શાહપુરમાં ૪૮૬ કેસ સામે ૪૮ મરણ, જમાલપુરમાં ૯૭૪ કેસ અને ૧૪૬ મૃત્યુ, શાહીબાગમાં ૪૬૬ કેસ તેમજ ર૩ મરણ તથા અસારવામાં ૮૦પ કેસ અને ૭૬ મરણ નોધાયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આંકડા મુજબ મધ્યઝોનમાં કોરોના કેસની સંખ્યામાં કોઈ ફેરફાર જાેવા મળતો નથી. પરંતુ મરણની સંખ્યામાં મોટો ફરક- બહાર આવે છે. મનપા દ્વારા પાંચ જુલાઈ સુધી ૩૬ર મૃત્યુ થયા હોવાનું જાહેર કરવામાં આવે છે. જયારે વિશ્વનીય સુત્રો દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ મધ્યઝોનમાં પાંચ જુલાઈ સુધી ૪પ૧ દર્દીના મરણ થયા છે. આ તફાવત મામલે જવાબદાર અધિકારી પ્રકાશ પાડી શકે તેમ છે.

શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસ ઘટયા છે. જયારે પશ્ચિમઝોનમાં સતત વધી રહયા છે. પશ્ચિમઝોનમાં ૯ જુલાઈ સુધી કુલ ૩પ૩૯ કેસ અને ૧૮૧ મરણ નોધાયા છે. જે પૈકી જુન મહીનામાં જ ૧૬૯૧ કેસ નોધાયા હતા. જયારે જુલાઈ મહીનામાં નવ તારીખ સુધી ૩૮૭કેસ અને ૧૮ મરણ થયા છે. આમ પશ્ચિમઝોનના કુલ કેસ પૈકી પ૦ ટકા કરતા વધારે કેસ છેલ્લા ૪૦ દિવસમાં નોધાયા છે.

પશ્ચિમઝોનની સાથે સાથે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ કેસ વધી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા થતા રેપીડ ટેસ્ટના કારણે પશ્ચિમ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ બહાર આવી રહયા છે. જેની જાણ નાગરીકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યાના આધારે થઈ રહી છે. બાકી મ્યુનિ.તંત્ર તો કેસ ઘટી રહયા હોવાના દાવા કરી રહયું છે. નોધનીય બાબત એ છે કે શહેરમાં માત્ર ૧પ દિવસમાં જ કેસની સંખ્યામાં પ૦ ટકા જેટલો ઘટાડો થયો છે. રર જુને ર૮૮ કેસ નોધાયા હતા. જયારે આઠ જુલાઈએ ૧૪૭ કેસ નોધાયા છે.

શહેરમાં ગણત્રીના દિવસોમાં જ કેસની સંખ્યામાં પ૦ ટકા જેટલા થયેલ ઘટાડો અને ટેસ્ટની સંખ્યામાં થયેલ વધારાના કારણે સામાન્ય નાગરીક (કોમનમેન) પણ અવઢવમાં છે. પરંતુ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્ર ને બે-રંગ સાબિત કરવાની હિંમત વિપક્ષે પણ દાખવી નથી તેવા સંજાેગોમાં સામાન્ય માણસને “ખેલ” જાેઈને સંતોષ માનવો કે નિસાસા નાંખવા તે ખબર પડતી નથી. તેમ છતાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ “કેચ ધ વાયરસ” ની નીતિની પ્રશંસા થઈ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના કેસ શોધવા માટે વધુ એક વખત “કેચ ધી વાયરસ” નીતિનો અમલ શરૂ કર્યો છે. એપ્રિલ મહીનામાં આ જ નીતિ અપનાવી મધ્યઝોનમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેના કારણો કોટ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો હતો તથા નાગરીકોમાં ભય જાેવા મળ્યો હતો મે અને જુન મહીનામાં વાયરસ અને કોર્પોરેશનના બંનેના મિજાજમાં ફેર થયો હતો તથા કોર્પોરેશને વાયરસના બદલે હોસ્પીટલ પકડવા દોડવું પડયું હતું. મે અને જુન મહીનામાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા હતા.

આ બે મહીના દરમ્યાન વાયરસ “પીક” પર હતો તેમ કહેવામાં આવે છે. મે અને જુન ના કડવા અનુભવ બાદ મનપાએ વધુ એક વખત હોસ્પીટલની પથારીઓ શોધવાના બદલે વાયરસથી સંક્રમતિ દર્દીઓને શોધવાનું મુનાસીબ માન્યું છે. તથા શહેરના તમામ વોર્ડ-ઝોનમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેના સારા પરિણામ જાેવા મળી રહયા છે. તથા કેસની સંખ્યામાં ઘટાડો નોધાયો છે.

ખાસ કરીને કોરોનાના રેડઝોન કે હોટસ્પોટ માનવામાં આવતા મધ્યઝોનમાં ચાલુ માસમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ-મરણ નોધાયા છે. જાેકે, મધ્યઝોનમાં મરણના સાચા આંકડા છુપાવવામાં આવી રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરીકોના ઘર કે સોસાયટીમાં જઈને કોરોના ટેસ્ટ થાય છે. મે અને જુન મહીનામાં કોરોના વિસ્ફોટ થયા બાદ તંત્ર એ ફરીથી “કેચ વાયરસ” નો અમલ શરૂ કર્યો છે.

જાે કે એપ્રિલ મહીનામાં પૂર્વ કમીશ્નરે આ જ પધ્ધતિથી સંક્રમણને નિયંત્રિત કરવા પ્રયાસ કર્યા હતા તથા કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરી ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યા હતા.  જેના સારા પરીણામ મળે તેમ હતા. પરંતુ તત્કાલીન કમીશ્નરે પ૦ હજાર અને બે લાખ કેસ થાય તેવા નિવેદન કરતા નાગરીકોમાં ભયનો ઓજાર જાેવા મળ્યો હતો. તથા કોરોના ટેસ્ટ કરાવતા ડરી રહયા છે. નાગરીકોનો ડર દૂર કરવા માટે જમાલપુરના ધારાસભ્યએ ટેસ્ટ કરાવ્યો હતો તથા પોઝીટીવ આવ્યા બાદ એસ.બી.પી.હોસ્પીટલમાં સારવાર પણ લીધી હતી. જાેકે જુલાઈ મહીનામાં ચિત્ર બદલાયુ છે. તથા નાગરીકો જાતે જ ટેસ્ટ કરાવી રહયા છે. જેના બે-ત્રણ કારણો પણ છે. મે અને જુન મહીના દરમ્યાન કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ થવા ખૂબ જ હાલાકી થતી હતી.

તેથી મનપાએ ઓછા લક્ષણવાળા દર્દીઓને “હોમ-આઈસોલેટ” કરવા તથા “ડોકટર મિત્ર” યોજના દ્વારા સારવાર આપવા નિર્ણય કર્યો છે. તેથી દર્દીને તેના ઘરે જ સારવાર મળી રહે છે. તદ્દઉપરાંત એપ્રિલ મહીનામાં જે ભયનું વાતાવરણ જાેવા મળ્યું હતું તેમાં ઘટાડો થયો છે. અને જનજીવન થાળે પડી રહયું છે. એપ્રિલ અને મે મહીનામાં કોરોનાનો કેસ આવ્યા બાદ વિસ્તાર કે સોસાયટીને કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા જયારે નવી નીતિ “માઈક્રો કન્ટેન્મેન્ટ” કરવામાં આવે છે.મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દૈનિક એક હજાર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. તથા પોઝીટીવ કેસ પણ બહાર આવી રહયા છે.

પરંતુ નાગરીકોને ડરાવવાના બદલે પંપાળી તે કામ લેવામાં આવી રહયું હોવાથી “ડર” માં ઘટાડો થયો છે. રેપીડ ટેસ્ટ બાદ પણ તંત્ર દ્વારા કેસ ઘટયા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહયા છે. આઠ જુલાઈ સુધી શહેરમાં ૧પ૬ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે દેશભરમાં કોરોના રેડઝોન તરીકે ગણના થતી હતી તેવા કોટ વિસ્તારમાં કોરોના કેસ અને મરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.