Western Times News

Gujarati News

માણાવદર તાલુકામાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે બ્લોક હેલ્થ દ્રારા સધન કામગીરી કરાઇ રહી છે

હાલ ચોમાસાની ૠતુના કારણે મચ્છર જન્ય રોગો ન ફેલાય તે માટે માણાવદર બ્લોક હેલ્થ ઓફિસર શિલ્પાબેન જાવિયા ની સુચનાથી માણાવદર ના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્રારા જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે આ અંતગર્ત મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ,  મેલેરિયા,  ચિકનગુનીયા જેવા રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ડોર ટુ ડોર જઇને ધરવપરાશ માટે જે પાણી નો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે ટાંકા ની અંદર મચ્છર પેદા ન થાય તે માટે પાણીની અંદર દવા નાખવામાં આવી હતી અને ચીકનગુનિયા મેલેરિયા ડેન્ગ્યુ હાથી પગા જેવા રોગથી બચવા માટે માણાવદર બ્લોક હેલ્થ વિભાગ ની ટીમ દ્રારા યોગ્ય માર્ગદર્શન દેવામાં આવ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.