Western Times News

Gujarati News

કોન્ટેક્ટલેસ કાર પાર્કિંગના અમલ માટે દિલ્હી અને બેંગલૂરૂ ખાતે મોલ્સ, એરપોર્ટ્સ સાથે વિચારણા

મુંબઈ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ)એ એનઈટીસી ફાસ્ટેગ સાથે મળીને તેના ૧૦૦ ટકા કોન્ટેક્ટલેસ અને ઈન્ટરઓપરેબલ પાર્કિંગ સોલ્યુશનના વિસ્તરણની જાહેરાત કરી છે. આ જોડાણ હેઠળ કંપની દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલૂરૂ જેવા મહાનગરો ખાતે તેની સેવા પૂરી પાડશે. હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એનપીસીઆઈ સાથે મળીને ફાસ્ટેગ મારફતે પાર્કિંગ ચાર્જિસ એકત્ર કરવાની સુવિધા લંબાવનાર પ્રથમ બેંક તરીકે આઈસીઆઈસીઆઈ બેંક અન્ય મેટ્રો ખાતે કોન્ટેક્ટલેસ કાર પાર્કિંગ સેવા શરૂ કરવા તૈયાર છે.

હાલમાં એનઈટીસી ફાસ્ટેગ સાથે ૧૦૦ ટકા કોન્ટેક્ટલેસ અને ઈન્ટરોપરેબલ પાર્કિંગ સોલ્યુશનની અજોડ સેવા જીએમઆર હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અસ્તિત્વમાં છે. જેનો અમલ ફાસ્ટેગ ઈસ્યુ કરતી ૧૦ બેંક્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ફાસ્ટેગ ઈસ્યુકર્તા એવી અન્ય બેંક્સ પણ આગામી કેટલાક સપ્તાહોમાં હૈદરાબાદ એરપોર્ટ ખાતે એનઈટીસી ફાસ્ટેગ સાથે આ કોન્ટેક્ટલેસ પાર્કિંગ શરૂ કરશે એવી અપેક્ષા એનપીસીઆઈ રાખી રહ્યું છે. આ સિવાય પણ એનપીસીઆઈ હવે દેશના બે મુખ્ય શહેરો મુંબઈ અને દિલ્હી ખાતે પણ કોન્ટેક્ટલેસ પાર્કિંગના વિસ્તરણ માટે તૈયાર થયું છે. આ બે શહેરો ઉપરાંત તેણે ચેન્નાઈ અને બેંગલૂરૂમાં પણ અગ્રણી મોલ્સ, એરપોર્ટ્સ અને અન્ય ખાનગી પાર્કિંગ લોટ્સ સાથે એનઈટીસી ફાસ્ટેગ ચલિત કોન્ટેક્ટલેસ કાર પાર્કિંગ સોલ્યુશન્સ માટે ચર્ચા-વિચારણા શરૂ કરી છે. કંપનીના પાર્કિંગ પ્રોજેક્ટ્સના વિસ્તાર માટે અગ્રણી બેંક્સ તરફથી રસ દર્શાવવામાં આવી રહ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેંકના અનસિક્યોર્ડ એસેટ્સ હેડ સુદિપ્તા રોયના જણાવ્યા મુજબ,”આઈસીઆઈસીઆઈ બેંક ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાના અનુભવ માટે હંમેશા નાવીન્યસભર ટેક્નોલોજી રજૂ કરવામાં અગ્રણી રહી છે.

અમે જીએમઆર જૂથ સંચાલિત રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફાસ્ટેગ આધારિત પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. આ એક સુરક્ષિત, સંપર્કરહિત અને અવરોધમુક્ત વ્યવસ્થા છે. તે આરએફઆઈડી ટેક્નોલોજી પર કામ કરે છે અને દેશમાં ૬૯૫થી વધુ ટોલ પ્લાઝા ખાતે પણ ડિજીટલ ટોલ કલેક્શનમાં તેની મદદ લેવામાં આવી રહી છે. અમે માનીએ છીએ કે હૈદરાબાદને ફરતે આવેલા રીંગ રોડનો દૈનિક ધોરણે ઉપયોગ કરનારા કમ્યુટર્સ હવે એરપોર્ટ પાર્કિંગ ખાતે પણ આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટેગના સીમસેલ અનુભવનો લાભ મેળ‌વશે.

જીએચઆઈએએલના સીઈઓ પ્રદિપ પાનીકરના જણાવ્યા મુજબ,”કોવિડ-૧૯ મહામારી દરમિયાન સુરક્ષિત એરપોર્ટ અનુભવ પૂરો પાડવાની અમારી પ્રતિબધ્ધતાના ભાગરૂપે અમને એ જાહેર કરતાં ખુશી થાય છે કે એનપીસીઆઈ અને એનઈટીસીના સહયોગમાં અમે પ્રવાસીઓ અને મુલાકાતીઓને સંપૂર્ણપણે સંપર્કહિન કાર પાર્કિંગનો અનુભવ પૂરો પાડી શકીશું.

હાલમાં અમારી કાર પાર્કિંગ સેવા ભારતમાં કોઈપણ એનઈટીસી ફાસ્ટેગ ઈસ્યુકર્તા બેંક્સ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. સૌપ્રથમ અમે આઈસીઆઈસીઆઈ બેંક સાથે જોડાણ કરીને અમારી સેવાનું પરીક્ષણ કર્યું હતું અને હવે અમે તમામ બેલેન્સ ઈસ્યુઅર્સ માટે આ જોડાણ ખૂલ્લું મૂક્યું છે. એનઈટીસી ફાસ્ટેગ ધરાવનાર કોઈપણ ગ્રાહક કોઈના પણ સંપર્કમાં આવ્યા વિના એરપોર્ટના કાર પાર્કિંગ સુધી જઈ શકે છે અને તેની મુસાફરીને સંપૂર્ણ સુરક્ષિત બનાવી શકે છે. આ સાથે પરંપરાગત ટ્રાન્ઝેક્શન મોડ જેવાકે ડીજીટ પેમેન્ટ વગેરે ઉપલબ્ધ હશે જ પરંતુ વધુ સુરક્ષા માટે અને સંપર્કને ટાળવા માટે મુલાકાતી એનઈટીસી ફાસ્ટેગનો વિકલ્પ પસંદ કરી શકે છે.

એનપીસીઆઈની સીઓઓ પ્રવિણા રાયે જણાવ્યું હતું કે,”અમે નજીકના ભવિષ્યમાં જ આ સોલ્યુશનના વ્યાપક સ્વીકારની અપેક્ષા રાખી રહ્યાં છીએ. સાથે અમે આ સંપર્કરહિત એવા આ અજોડ પાર્કિંગ અનુભવને મેટ્રો સિટીસમાં લઈ જવાનો ઉદ્દેશ પણ રાખીએ છીએ. જેથી મુસાફરોને પાર્કિંગમાં ખૂબ સુવિધા મળી રહે. કોવિડ-૧૯ને કારણે ઊભા થયેલા ન્યૂ-નોર્મલમાં ૧૦૦ ટકા કોન્ટેક્ટલેસ પેમેન્ટ સોલ્યુશન સમયની માગ બની રહ્યું છે. એનપીસીઆઈ ખાતે અમારો પ્રયાસ એનઈટીસી ફાસ્ટેગ મારફતે દેશભરના ગ્રાહકોને સુરક્ષિત, અવરોધ-રહિત અને ખરા અર્થમાં સંપર્કરહિત વેહિકલ પાર્કિંગ પૂરું પાડવાનો છે.

કોન્ટેક્ટલેસ કાર પાર્કિંગ સુવિધા મુસાફરો અને મુલાકાતીઓને તેમની કાર વિન્ડોઝ ખોલ્યા વિના પાર્કિંગ માટે પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે. દેશભરમાં પાર્કિંગ લોટ્સ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ સ્વીકારી શકે તેવા બનાવવામાં આવ્યાં છે ત્યારે કેટલાક મોડેલ્સ સેમી-ઓટોમેટેડ છે પરંતુ ૧૦૦ ટકા કોન્ટેક્સલેસ નથી. આ બાબત દેશના તમામ પાર્કિંગ પ્રોવાઈડર્સ માટે સુરક્ષિત અને સંપર્કરહિત પેમેન્ટ સોલ્યુશન્સનો અમલ કરવા માટેની તક ઊભી કરે છે. એનઈટીસી ફાસ્ટેગ માત્ર પોસ્ટ પે સોલ્યુશન સુવિધા જ પૂરી નથી પાડતું પરંતુ તે કોઈપણ પાર્કિંગ પ્લાઝા ખાતે પાર્કિંગ કરવા પ્રિ-પેઈડ વિકલ્પ પણ ધરાવે છે. પાર્કિંગ એપ્લિકેશન્સ એનઈટીસી ફાસ્ટેડ એપીઆઈ મોડેલ સાથે સીમલેસ ઈન્ટિગ્રેશન મારફતે ઈન્ટરોપરેબિલિટીનો લાભ મેળવી શકે છે.

સોલ્યુશન કેવી રીતે કામ કરે છે: ઓટોમોટેડ સિસ્ટમ મારફતે ગ્રાહક એનઈટીસી ફાસ્ટેગની ખરીદી કરી શકે છે. જે પ્રિપેઈડ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. આ ટેગ રેડિયો-ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન(આરએફઆઈડી) ટેક્નોલોજી ધરાવતો હોય છે. ટેગ એકાઉન્ટ સક્રિય બને એટલે તેને વેહીકલની સપાટી પર ચોંટાડવાનો રહેશે. ઈસ્યુકર્તા બેંકે આરએફઆઈડી ટેગનું એનપીસીઆઈ સાથે મેપીંગ કરેલું હોય છે.

આ સિસ્ટમ ખરીદાર કોઈપણ પ્રકારના માનવસંપર્કમાં આવ્યા વિના પાર્કિંગનો ઉપયોગ કરી શકે છે. તેણે પ્રવેશ દ્વાર પર પાર્કિંગ રિસિપ્ટ કે રોકડ ચૂકવણા કે એક્ઝિટ પર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવી બાબતો માટે રાહ જોવાની રહેતી નથી. ઉપરાંત પાર્કિંગ ફી ઉપરાંત વધારાનો કોઈ ખર્ચ ગ્રાહકે ચૂકવવાનો રહેતો નથી. ગ્રાહકે માત્ર વનટાઈમ ટેગ ખરીદવાનો રહે છે અને તે એન્ટ્રી તથા એક્ઝિટ વખતે રાહ જોવામાંથી મુક્તિ મેળવી શકે છે.

એનટીસી ફાસ્ટેગ પાર્કિંગ માટે જ સમર્પિત હોય તેવી લેન્સ રાખવામાં આવે છે. વપરાશકર્તા જ્યારે આ લેન મારફતે પ્રવેશે છે ત્યારે વ્યૂહાત્મક રીતે લગાવવામાં આવેલા આરએફઆઈડી રિડર ટાઈમસ્ટેમ્પ વડે ટેગને ઝીલી લે છે લોકલ ડેટા બેઝમાં ડિટેલનો સંગ્રહ કરે છે. જ્યારે તે પાર્કિંગમાંથી બહાર નીકળતો હોય છે ત્યારે આ જ પ્રક્રિયા પુનરાવર્તિત થાય છે અને પાર્કિંગ માટેની ફી ઓટોમોટીક રીતે તેના એકાઉન્ટમાંથી બાદ થાય છે. દરેક ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ ગ્રાહકને કપાયેલી રકમની એસએમએસ મારફતે જાણ થતી હોય છે. કોઈપણ પ્રકારની પાર્કિંગ ઈન્ટિગ્રેશન જરૂરિયાત માટે તમે [email protected] પર પૂછી શકો છો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.