Western Times News

Gujarati News

ચીનને વધુ એક ઝટકો: હાઇ-વે પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપનીઓનો કોન્ટ્રાક્ટ રદ્દ

નવી દિલ્હી, ગલવાન ખીણની ઘટના બાદ ચીન વિરૂધ્ધ આર્થિક પ્રતિબંધની દિશામાં સરકાર, સ્થાનિક લોકો, અને કંપનીઓ ઘણા ઝડપથી આગળ વધી રહી છે, સરકારે Delhi-Mumbai expressway સાથે સંબંધિત ચાઇનીઝ કંપનીઓનો કાન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે, આવું સુરક્ષા કારણોથી કરવામાં આવ્યું છે.

પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને   તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હાઇ-વે પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓને ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ એન્ટ્રી નહીં મળે. વર્તમાનમાં જો કોઇ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓનો પણ પ્રકારે હાથ હોય તો તેને કેન્સલ કરીને બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે.  ગલવાન ખીણની ઘટના બાદ ચીન વિરૂધ્ધ આર્થિક પ્રતિબંધની દિશામાં સરકાર, સ્થાનિક લોકો, અને કંપનીઓ ઘણા ઝડપથી આગળ વધી રહી છે, સરકારે Delhi-Mumbai expressway સાથે સંબંધિત ચાઇનીઝ કંપનીઓનો કાન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે, આવું સુરક્ષા કારણોથી કરવામાં આવ્યું છે.

પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને   તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હાઇ-વે પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓને ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ એન્ટ્રી નહીં મળે. વર્તમાનમાં જો કોઇ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓનો પણ પ્રકારે હાથ હોય તો તેને કેન્સલ કરીને બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.