Western Times News

Gujarati News

ચીનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપશે ભારત સરકાર!

Files Photo

નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં સીમા વિવાદ વચ્ચે ભારત, ચીન ઉપર લગામ કશવાનું શરૂ કર્યું છે. ચાઈનીઝ એપ બેન કરીને, ચીની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટથી બહાર કરીને હવે ભારત ચીનથી થનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઉપર ગાળિયો વધારે કશવાની તૈયારી કરી રહ્યું છે.

સૂત્રોને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે ભારત ઈસીબીથી થનારા એફડીઆઈ ઉપર ગાળિયો કશવાની તૈયારીમાં છે. ચીનથી લોન અથવા ઈસીબીથી રોકાણ ઉપર ગાળિયો કસવાની શક્યતા છે. આ અંગે ભારતીય રિઝર્વ બેન્ક અને માર્કેટ રેગુલેટર સેબી અને નાણાં મંત્રાલય વચ્ચે ચર્ચા થઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે તાજેતરમાં એફડીના નિયમોમાં ફેરફાર કરતા કહ્યું હતું કે, ભારત સાથે જમીન સીમા શેર કરનાર દેશોની કોઈપણ કંપની અથવા વ્યક્તિને ભારતમાં કોઈપણ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલા નાજૂક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પડોશી દેશોની વિદેશી કંપનીઓ સ્થાનિક કંપનીઓનું અધિગ્રહણ ન કરી લે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.