Western Times News

Gujarati News

જીમ બંધ થતા કસરત માટે જાેગીંગની સાથે સાયકલ તરફ વળ્યા

સાયકલોના ભાવ પણ વધ્યાઃ દેશમાં સાયકલની માંગ વધી હોવાના દાવા

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે અનેક લોકોના જીવનમાં ઉથલપાથલ લાવી દીધી છે. અનેક લોકોને આર્થિક અર્થોપાર્જન માટે પોતાના કામ ધંધા સુધ્ધા બદલી દેવા પડયા છે તો લોકોની “લાઈફ સ્ટાઈલ”માં બદલાવ આવી ગયો છે. ધંધા-પાણી ઠપ થઈ ગયા હતા જે હજુ પાટે ચઢયા નથી. આગામી મહિનાઓ સુધી તેમાં કોઈ મોટા ફેરફાર આવી શકે તેમ નથી.  ખાસ તો શહેરીજનોએ પોતાની જીવનશૈલી બદલી નાંખી છે લોકો શારિરીક તંદુરસ્તીને મહત્વ આપવા લાગ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરનું શુધ્ધ- સાત્વિક ભોજન લેવાની સાથે યોગ- પ્રાણાયામનો આશરો લઈ રહયા છે વર્ષોથી જીમમાં જતા નાગરિકોને તકલીફ પડી રહી છે. અમદાવાદ શહેરમાં જીમ બંધ છે. કોરોનાને કારણે જીમ ચલાવવા સત્તાધીશોએ મંજૂરી આપી નથી.

તાજેતરમાં જીમ સંચાલકોએ રાજય સરકારને રજૂઆત કરીને “જીમ” ચાલુ કરાય તેવી માંગ કરી હતી પરંતુ જીમમાં સોશિયલ ડીસ્ટન્સીંગ સહિતના પ્રશ્નો ઉભા થાય નહી અને તેને કારણે કોરોના સંક્રમણ વધે નહી તેને ધ્યાનમાં લેતા રાજય સરકાર તરફથી જીમ ચાલુ કરવા મંજૂરી અપાઈ નથી જાેકે ઘણા જીમ સંચાલકો લાખો રૂપિયાના ભાડાથી જીમ ચલાવતા હતા તેમના માટે તો પડયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

જીમ બંધ થતા આવક બંધ થઈ ગઈ છે. તો જીમમાં ટ્રેઈનર તરીકે કામ કરતા અનેક લોકોની આવકના ધ્વાર બંધ થઈ ગયા છે જીમ સંચાલકોને તો તકલીફ પડી રહી છે સાથે સાથે જીમમાં કસરત કરવા જનારા દ્વિધાભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે જીમમાં વર્કઆઉટ માટે અનેક સાધનો હોય છે ઘરમાં આ તમામ સાધનો વસાવી શકાતા નથી અને તેનો ખર્ચો ખૂબ મોટો હોય છે
પરંતુ અમદાવાદીઓ મુસિબતમાં પણ પોતાનો માર્ગ નીકાળી લેતા હોય છે તેવુ અનેક વખત જાેવા મળ્યુ છે. હવે પોતાની ફીટનેસ પ્રત્યે જાગૃત નાગરિકોએ “સાયકલીંગ”નો સહારો લીધો છે. લોકો સાયકલીંગ કરવા તરફ વળ્યા છે. બજારમાં સાયકલની દુકાનો પર અવનવી સાયકલો મળે છે હાલમાં તો અત્યંત આધુનિક પ્રકારની સાયકલો મોંઘાભાવે મળી રહી છે.
માત્ર અમદાવાદ જ નહી દેશભરમાં સાયકલની માંગ વધી રહી છે.

લોકડાઉન પછી અનલોકમાં પેટ્રોલના ભાવો પણ સતત વધી રહયા છે તેને કારણે નજીકના સ્થળે જવા ઘણા લોકો સાયકલ અગર તો ઈલેકટ્રો- યો બાઈકનો ઉપયોગ કરી રહયા છે. અમદાવાદમાં બી.આર.ટી.એસ તથા એ.એમ.ટી.એસના મહત્વના બસ સ્ટેન્ડો પાસે સાયકલ અને ઈલેકટ્રીક બાઈક ભાડેથી આપવામાં આવે છે. નાગરિકો તેનો ઉપયોગ પણ કરે છે. જીમ બંધ થતા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કસરત કરતા લોકો પરેશાન જરૂર થયા છે પરંતુ વોકીગ અને સાયકલીંગને નાગરિકો જીમબંધ થતા તેની અવેજીમાં કસરતનો બેસ્ટ વિકલ્પ માને છે. લોકડાઉનમાં પણ લોકો ચાલવા નીકળતા હતા તેમની સામે જાહેરનામાના ભંગની ફરિયાદો થયેલી છે તે આપણે અગાઉ જાેયુ છે.

પરંતુ ડેઈલી વોકિંગ કરનારાઓનો એક મોટો વર્ગ છે જે શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય ચાલવા માટે પોતાનો સમય નીકાળી લે છે પરંતુ અનલોકમાં લોકો સાયકલીંગ તરફ વળ્યા છે ઘરે છોકરા-છોકરીની નિશાળે જવાની સાયકલ લઈને ચકકર મારતા લોકોને આપણે સવાર-સાંજ જાેઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાયકલ ચલાવવા તરફ લોકોનો ક્રેઝ વધ્યો છે.
ઘણી સેલિબ્રિટી જાહેર માર્ગ પર સાયકલ ચલાવે છે યંગસ્ટર્સ ધીમે ધીમે સાયકલીંગ કરવા તરફ વળ્યા છે. તો સતત બેઠાડુ જીવન કે જાેબ ધરાવનારા અનેક લોકો સાયકલીંગ કરી રહયા છે સાયકલ કંપનીઓ પણ સાયકલની વધેલી ડીમાન્ડથી ખુશ છે. અનેક નવી પ્રકારની ગેયરવાળી સાયકલો પણ આજકાલ જાેવા મળી રહી છે આવી સાયકલોના ભાવ સાંભળીને આંખો ફાટી જાય છે. મોંઘવારીએ બધાના ભાવ વધારી દીધા છે તેમાંથી ગરીબ- મધ્યમવર્ગને પોષાતી સાયકલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.