Western Times News

Gujarati News

પ્રગટેશ્વરધામ આછવણી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્‍સવની ઉજવણી કરાઇ

આજીવન મીઠાં ફળ પ્રાપ્‍ત થાય તેવી ઇચ્‍છા હોય તો સતત સેવાકાર્યો કરતાં રહો – ધર્માચાર્ય પરભુદાદા

આધ્‍યાત્‍મિક જગતનું સૌથી મોટું આધ્‍યાત્‍મિક પર્વ એટલે ગુરુપૂણિમા – યુવા કથાકાર આશીષભાઇ વ્‍યાસ

ધર્મ, ભક્‍તિ અને આધ્‍યામિકતાની છાવણી એવા આછવણી-મંદિર ફળિયાના શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્‍ત પૂ. ધર્માચાર્ય પરભુદાદા અને ગુરુમાતા રમાબાના સાનિધ્‍યમાં ગુરુપૂજનનો કાર્યક્રમ ભક્‍તિભાવપૂર્વક યોજાયો હતો. આ અવસરે ગુરુપૂજન, યજ્ઞ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્‍યાએ સદગુરુ પરભુદાદા અને ગુરુમાતા રમાબાની યોજાયેલી શોભાયાત્રામાં  શિવભક્‍તો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

આ શુભ અવસરે આશીર્વચન પાઠવતાં ધર્માચાર્ય પરભુદાદાએ પ્રભુના કાર્યમાં સતત જોડાયેલા રહેવા અનુરોધ કરતાં જણાવ્‍યું હતું કે, તમે પ્રભુને યાદ રાખશો તો તે તમને અવશ્‍ય યાદ રાખશે. આ ધરતી ઉપર પ્રભુની કાર્ય જ્‍યોતને સદા પ્રજ્જલિત રાખનારા ભૂદેવોને કર્મકૌશલ નામનું પુસ્‍તક ભેટ આપતાં આનંદની લાગણી અનુભવું છું.  સ્‍વયં થાય તે જ સત્‍ય તેની પ્રતિતિ આ પ્રગટેશ્વરધામમાં અવશ્‍ય થાય છે. આજીવન મીઠાં ફળ પ્રાપ્‍ત થાય તેવી ઇચ્‍છા હોય તો સતત સેવાકાર્યો કરતાં રહેવા જોઇએ. ભગવાન સૌનું કલ્‍યાણ કરે, પ્રગતિ કરે અને સૌનું સ્‍વાસ્‍થ્‍ય નિરોગી રહે તેવા શુભાશિષ પાઠવ્‍યા હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલા સમારંભને દીપપ્રાગટય કરી ખુલ્લો મૂકતાં ધરમપુરના યુવા કથાકાર આશીષભાઇ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, આધ્‍યાત્‍મિક જગતનું સૌથી મોટું આધ્‍યાત્‍મિક પર્વ એટલે ગુરુપૂણિમા. ભગવાન શંકર સમાન કોઇ ગુરુ નથી. આપણા જીવનમાં વક્રતા હોય અને કોઇ સાચા અને સમર્થ સદગુરુ આપણો હાથ ઝાલી લે તો આપણું કલ્‍યાણ થઇ જાય છે, જે અહીં પરભુદાદાના રૂપમાં આપણને મળ્‍યા છે, જે આપણા ભાગ્‍યની વાત છે. આ સ્‍થાન ઉપર આપણે આવી શકયા એ આપણા ગુરુનો પ્રેમ જ છે. કૃપા સ્‍નેહ અને કઠોર એમ બે રીતે થાય છે. ગુરુ શિષ્‍ય ઉપર નવ રીતે વરસે છે, જે પૈકી ગુરુનો ક્રોધ પણ કરુણાનું રૂપ છે. માનવ કલ્‍યાણ માટે વિવિધ ધાર્મિક સ્‍થળો ઉપર વિરાટ યજ્ઞો કરનાર પરભુદાદા સૌનું ભલું કરવા માટે સતત તત્‍પર રહે છે, જેમના ચરણોમાં નમન કરવા માત્રથી જ આપણું કલ્‍યાણ થાય છે.

નવસારીના ઇલાબેન પરમારે ગુરુ મહિમા, ધરમપુરના મયંકભાઇ બ્રહ્મભટ્ટે મંદિરની ઝાંખી તેમજ ખેરગામના સીતાબેન પટેલે દાદાની ઝાંખી દર્શાવતાં વક્‍તવ્‍યો રજૂ કર્યાં હતાં. વિખ્‍યાત ભજનીક ઇશ્વરભાઇ ગજ્જરે ગુરુપૂર્ણિમાને સુસંગત ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણ ગુરુમય બનાવી દીધું હતું. ગુરુપૂર્ણિમા અવસરે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નવસારીના રાજેશભાઇ તેમજ જ્‍યોતિબેન મહેતાના યજમાનપદે વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું.  મંદિરના વિવિધ કાર્યો માટે દાન આપનારા દાતાઓનું પરભુદાદાના હસ્‍તે સન્‍માન કરાયું હતું.

દાંડીવલ્લીના કથાકાર હિમ્‍મતભાઇ શાષાીએ ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ જ મોટું છે. શાષાોમાં જણાવ્‍યા અનુસાર ગુરુની પૂજા ત્રણ પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ સાક્ષાત ગુરુ હાજર હોય ત્‍યારે અને તેનાં દર્શન થાય, ગુરુએ જે મંત્ર આપણને આપ્‍યો છે તે અને ગુરુની પાદુકા. ગુરુનું માર્ગદર્શન મેળવવાથી પરમાત્‍માનાં દર્શન પણ કરી શકાય છે. પોતે સહન કરી અને બીજાને સુખ આપે તે ગુરુ. ધરમપુરના બાળ કથાકાર જતીનભાઇ જાનીએ ગુરુ મહિમાનું વર્ણન કરી ગુરુ પ્રત્‍યે આસ્‍થા રાખનાર કદી નિરાશ થતો નથી તેમ જણાવ્‍યું હતું. સદગુરુના ચરણમાં બેઠા છીએ ત્‍યારે તેમના આશીર્વાદ મેળવી સંસારની નૈયા પાર કરી લેવી જોઇએ, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

સ્‍વાગત પ્રવચનમાં મંદિરના પ્રમુખ બિપીનભાઇ પરમારે સૌને આવકાર્યા હતા. આભારવિધિ મંદિરના મંત્રી ગોપાળભાઇ પટેલે કરી હતી.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાળભાઇ વાડાએ કર્યું હતું. આ અવસરે મંદિરના ઉપપ્રમુખ નારાયણભાઇ લેખડીયા, મહારાષ્‍ટ્રના વહીવટી પ્રમુખ આર.કે.ખાંદવે, શિવ પરિવારના પ્રવિણભાઇ મિષાી, અમિતભાઇ પટેલ, મયુરભાઇ પટેલ, વિપુલભાઇ પાંચાલ, દિપકભાઇ ધનગર, અજયભાઇ પટેલ, જયેશભાઇ પટેલ, દમણના જીજ્ઞેશભાઇ તેમજ પ્રકૃતિબેન પટેલ સહિત મોટી સંખ્‍યામાં શિવ ભક્‍તો હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.