Western Times News

Gujarati News

અમદાવાદમાં દબાણો તોડી પાડવા કોર્પોરેશન સજ્જ

(તસવીર : જયેશ મોદી)

શહેરભરમાં ટીપીનો અમલ તથા દબાણો તોડી નાંખવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ શરૂ
કરેલી તૈયારીઓ  : કાલુપુર શાકમાર્કેટમાંથી દબાણો હટાવાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ગુજરાત હાઈકોર્ટે કરેલી મહત્વપૂર્ણ ટિપ્પણી બાદ મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ છે અને પોલીસતંત્ર દ્વારા પણ શહેરભરમાં વ્યાપક પગલાં ભરવામાં આવી રહયા છે જાકે આ તમામ પ્રક્રિયામાં નાગરિકો સુવિધાના અભાવે દંડાય રહયા હોય તેવી છાપ ઉપસી રહી છે મોટા શોપીંગ સેન્ટરોમાં પાર્કિગ જગ્યા ખુલ્લી કરવાના બદલે નાના વહેપારીઓ ઉપર કાયદાનો અમલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહયો છે.

આ પરિસ્થિતિમાં કોર્પોરેશનનું તંત્ર વધુ સજ્જ બન્યુ છે અને શહેરભરમાંથી દબાણો દુર કરવા માટેનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ટીપી સ્ક્રીમનો અમલ તથા સરકારી પ્લોટો પણ કરવામાં આવેલા દબાણોની યાદી તૈયાર કરીને આ તમામ દબાણો દુર કરવા માટે તંત્ર સજાગ બન્યુ છે.
પ્રાથમિક તબક્કામાં મધ્યઝોનની અંદર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

કાલુપુર શાકમાર્કેટ તથા તેની આસપાસના વિસ્તારોમાં દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરાતા જ હવે રસ્તાઓ પહોળા કરવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી દબાણો દુર કરી રસ્તાઓ ખુલ્લા કરવા તથા ટીપી સ્ક્રીમનો અમલ કરવા માટે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સજાગ બન્યુ છે નાગરિકોને પા‹કગની જગ્યા મળે તે માટે વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે સૌ પ્રથમ દબાણો દુર કરવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા શહેર પોલીસ કમિશ્નર સાથે મ્યુનિ. અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે.

તેમાં જુદા જુદા વિસ્તારો પ્રમાણે બંદોબસ્ત ફાળવવાનો નિર્ણય કરાયો છે. તાજેતરમાં જ શહેરના સેટેલાઈટ, વાસણા સહિતના વિસ્તારોમાં થોડા દબાણો દુર કરવામાં આવ્યા હતા પરંતુ આગામી દિવસોમાં આ કાર્યવાહીનો વ્યાપ વધારવામાં આવશે. શહેરના મધ્યઝોનમાં આવેલા કાલુપુર વિસ્તારમાં ગઈકાલે મહત્વપૂર્ણ કામગીરી કરાઈ છે.

મ્યુનિ. કોર્પો.ના મધ્યઝોનના એસ્ટેટ અને ટીડીઓ ખાતાના અધિકારીઓએ કાલુપુર શાકમાર્કેટ તથા જુની તરૂણ મીલ પાસે આવેલી ટીપી સ્ક્રીમ પ/પ તથા પ્લોટ નં.૮૧ અને આ વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણના કારણે સતત ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાતી હતી આ પરિસ્થતી હળવી કરવા માટે ગઈકાલે મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા આ તમામ દબાણો દુર કરવા માટે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી.

સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં રાખી માધુપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓની મદદ લેવામાં આવી હતી સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં કુલ ૩ જેસીબી મશીન, ર ડમ્પર તથા અન્ય સાધન સામગ્રી સાથે કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી ગયા હતા અને ૧પપ જેટલા શેડ અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં આ દબાણો દુર થતાં ૩પ૦ મીટરની લંબાઈનો રસ્તો તથા ૧૬૪૦૦ ચો.મી.નો પ્લોટ દબાણ મુકત કરવામાં આવ્યો હતો.


કાલુપુર વિસ્તારમાં હાર્દ સમાન અને દિવસ દરમિયાન સતત ટ્રાફિક જાવા મળતા શાકમાર્કેટના વિસ્તારમાંથી દબાણો દુર થતાં જ હવે આ રસ્તો પહોળો થઈ ગયો છે જેના પરિણામે વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. કાલુપુરની જેમ શહેરના અન્ય ટ્રાફિકજામ સર્જાતા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવનાર છે અને તેની યાદી પણ તૈયાર થઈ ગઈ છે.

કેટલાક વિસ્તારોમાં રસ્તાની માપણી પણ કરી દેવામાં આવી છે અને દબાણકર્તાઓને નોટિસ પણ આપી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં નાગરિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે

જયારે કેટલાક નાગરિકો હજુ પણ દબાણ હટાવતા નથી. કાલુપુરમાં પણ નોટિસો પાઠવવા છતાં તેઓએ દબાણ દુર કર્યા ન હતા જેના પરિણામે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે તેજ રીતે અન્ય વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવશે.

જેના પરિણામે હવે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે સૌ પ્રથમ સરકારી અને કોર્પોરેશન હસ્તકના પ્લોટો ખુલ્લા કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે અને ત્યારબાદ રસ્તા પરના દબાણો દુર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.