Western Times News

Gujarati News

સંજેલી બસ સ્ટેશન પર જાહેર માર્ગમા ગટર લાઇન પર નાખેલું ચેમ્બર જોખમી

રોડ થી ૧ ફૂટ ઊંચું ચેમ્બર બનાવતાં વાહન ચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ :  સંજેલી બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોક વિસ્તારમાં જાહેર માર્ગ પરજ પંચાયત તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી.માર્ગ વચ્ચે જ ગટરમાં ૧ફૂટ જેટલું ઊંચું ચેમ્બર કરાતાં કાર અને બાઇક ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.સત્વરે ચેમ્બરની કામગીરી તેમજ ખુલ્લી ગટરો ઢાંકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

સંજેલી બસ સ્ટેશન આદિવાસી ચોક વિસ્તારમાં લોક ડાઉન દરમિયાન પંચાયત તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન પાસેથી સંતરામપુર ચોકડી સુધી નાળા નાખી અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી.ગટરની સાફ સફાઇ રાખવા બનાવેલા ચેમ્બર રોડથી લગભગ ૧ ફૂટ ઉંચુ બનાવતા કાર ચાલક તેમજ બાઈકચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે

મુખ્ય રોડ વચ્ચે જ આ ચેમ્બર ઊંચો બનાવતા વાહન ચાલકો માટે જોખમી સમાન ઊભેલું આ ચેમ્બર ના કારણે કોઈ વાહનને અકસ્માત સર્જાય તે પહેલા તેની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ ગ્રામજનોને અને વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.

જવાબ- સંજેલી બજારની વચ્ચોવચ ગાડીઓની અવરજવર ચાલુ હોય આટલુ ઉચુ મોટું ચેમ્બરનું ઢાકણ મેલી શું લોકોના એક્સિડન્ટ કરવાના કે પછી ગામનો દેખાવો કરવાનો કે પછી ગામની ખરાબી કરવા બેઠા છે.વચ્ચોવચ આટલું ઓછું ચેમ્બર બનાવ્યું છે તે બિલકુલ ખોટું છે .અવાર નવાર બસો તેમજ અન્ય વાહનોને અવરોધરૂપ થતું આ ચેમ્બર તાત્કાલિક અહીંયાથી દૂર કરવાની માંગ છે. -સ્થાનિક દુકાનદાર   આસારામ સિંધી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.