Western Times News

Gujarati News

નિવૃત્ત થનારા કર્મચારીઓની સૌથી મોટી ચિંતા હવે દૂર થઈ જશે

Files Photo

સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડે છે. મોદી સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે એક શાનદાર પહેલ કરી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ કોઈ પણ ભાગદોડ વગર પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે કહ્યું કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ નિયમિત પેન્શન ચૂકવણી આદેશ (ઁર્ઁં) જાહેર થવાથી અને અન્ય ઔપચારિકતા પૂરી થાય ત્યાં સુધી અસ્થાયી પેન્શન મળતું રહેશે. તેમણે કહ્યું કે મહામારી અને લોકડાઉનને જાેતા આ નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને મુખ્ય કાર્યાલયમાં પેન્શન ફોર્મ જમા કરવામાં પરેશાની થઈ શકે છે કે બની શકે કે તેઓ સર્વિસ બુક ના દાવા ફોર્મ ભૌતિક રીતે સંબંધિત વેતન અને લેખા  કાર્યાલયમાં જમા કરાવવાની સ્થિતિમાં ન હોય. ખાસ કરીને બંને કાર્યાલય જાે અલગ અલગ શહેરમાં હોય તો આ સમસ્યા વધી જાય છે.

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ  માટે છે જે સતત એક શહેરથી બીજા શહેરમાં જાય છે અને તેમના મુખ્ય કાર્યાલય, પે એન્ડ એકાઉન્ટ કાર્યાલયવાળી જગ્યાથી બીજા શહેરમાં હોય છે.’ તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યાં બાદથી પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગને નવું સ્વરૂપ અપાયું છે. તેને એ રીતે તૈયાર કરાયું છે કે જેનાથી તે સંબંધિત કર્મચારીને કોઈ પણ વિલંબ વગર નિવૃત્તિના દિવસથી જ પીપીઓ આપી શકે.

સિંહે કહ્યું કે જાે કે કોવિડ-૧૯ મહામારી અને ‘લોકડાઉન’ના કારણે ઓફિસમાં કામમાં વિધ્નથી આ વખતે રિટાયર થનારા કેટલાક કર્મચારીઓને પીપીઓ આપી શકાયું નથી.  તેમણે કહ્યું કે પરંતુ હાલની સરકાર પેન્શનભોગી અને વરિષ્ઠ નાગરિકોને લઈને સંવેદનશીલ છે, આથી સીસીએસ ૧૯૭૨ હેઠળ નિયમિત પેન્શન ચૂકવણીમાં વિલંબથી બચવા માટે નિયમમાં છૂટ આપી શકાય છે. જેથી કરીને અસ્થાયી પેન્શન અને અસ્થાયી ગ્રજ્યુઈટીની ચૂકવણી કોઈ પણ વિધ્ન વગર નિયમિત પીપીઓ અપાય ત્યાં સુધી થઈ શકે.

સિંહના હવાલે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘કોવિડ-૧૯ મહામારી દરમિયાન રિટાયર થનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિયમિત પેન્શન ચૂકવણીનો આદેશ જારી થાય અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થાય ત્યા સુધી અસ્થાયી પેન્શન રકમ મળતી રહેશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.