Western Times News

Gujarati News

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી: મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી, સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવની  તબિયત ફરીવાર લથડી છે, મુલાયમ સિંહને લખનઉની મેદાંતા હોસ્પિટતમાં દાખલ કરવામાં આવ્યા છે, મુલાયમને પેટમાં હુખાવો થતા અને પેશાબમાં સંક્રમણની સમસ્યા છે. મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર ડો.રાકેશ કપૂરનાં જણાવ્યા અનુસાર મુલાયમ સિંહને ગુરુવારે પેટમાં દુખાવો થવા લાગ્યો. બપોરે બાર ત્રીસ વાગ્યે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. મુલાયમનું અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ પણ થઈ ચૂક્યું છે. તેમને યુરિન ઇન્ફેક્શનની સમસ્યા છે. તેની સારવાર ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે 80 વર્ષના સપા માર્ગદર્શક મુલાયમસિંહ યાદવ ઘણાં મહિનાઓથી બિમાર ચાલી રહ્યા છે. તેમના પેટમાં સતત તકલીફ થઇ રહી છે. અગાઉ પેટનો સોજો અને દુખાવાને કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મોટા આંતરડામાં સમસ્યા હતી. કોલોનોસ્કોપી સાફ કરવામાં આવી હતી. આ પછી તેની તબિયત સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.