Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકની પત્નિની સાથે ટૂરિઝમ કંપનીની છેતરપિંડી

વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ થઈ-સ્પેશિયલ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનું કહી લોભામણી લાલચો આપી મેમ્બરશીપના નામે રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી
અમદાવાદ,  સ્પેશિયલ ટુરિઝમ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનુ કહીને અલગ અલગ લોભામણી લાલચો આપી મેમ્બરશીપના નામે રૂપિયા પડાવી લેતા ૬ લોકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી મહિલાને વસ્ત્રાપુરની શેખર ટુરિઝમમાંથી વાત કરી રહ્યા હોવાનો કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેઓ તેમની સ્પેશિયલ ટુરિઝમ સ્કીમમાં સિલેક્ટ થયા છે. જો તેઓ ને આ સ્કીમ માં રસ હોય તો તેમની ઓફિસ આવીને પ્રેઝન્ટેશન જોઈ શકે છે. અને જો મેમ્બરશિપના લે તો પણ તે ને નવરાત્રીના નવ દિવના પાસ ફ્રીમાં આપશે.

જેથી ફરિયાદી બહેન તેમના પતિ સાથે આ કંપનીની ઓફિસ ગયા હતા. જ્યાં તેઓ ને અલગ અલગ સગવડો અને લોભામણી લાલચ આપી ને મેમ્બરશીપના નામે ૧૫,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. જોકે આ કંપનીના મેનેજર દ્વારા તેઓ નું અન્ય એક કંપની સાથે ટાઈઅપ હોવાની જાણ પણ કરવામાં આવી હતી. જેના દ્વારા પણ તેઓ ને કેટલીક સગવડો પૂરી પાડવામાં આવશ તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી દ્વારા મેમ્બરશિપના બીજા ૯૦ હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. જેની સામે તેઓને કંપની દ્વારા મેમ્બરશિપ કાર્ડ, કીટ અને લેટર પણ આપવામાં આવ્યા હતા.

૩૦ ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે ફરિયાદી પરિવાર સાથે ગીર સોમનાથ તથા ગીર ફોરેસ્ટ ફરવા માટે ગયા હતા. જ્યાં તેમને પ્રથમ વર્ષ બે દિવસ ત્રણ નાઈટ હોટલમાં ફ્રી રોકાણ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ તમામ હોટલ બુક હોવાનુ કહી ને તેમને હોટલ આપવામાં આવી ના હતી. અને અન્ય કોઈ પણ સગવડો પૂરી પાડવામાં આવી ના હતી. જેથી ફરિયાદી એ ત્યાંથી પરત આવી પોતાના મેમ્બર શિપના રૂપિયા પરત માંગ્યા કોઈ યોગ્ય જવાબ ના મળતા અંતે તેમને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.