Western Times News

Gujarati News

ચીનની સાથે સીમા પર તનાવ વચ્ચે ભારતે પશ્ચિમ મોરચે તેજસ વિમાન તહેનાત કર્યા

નવીદિલ્હી, ચીનની સાથે ચાલી રહેલ સીમા વિવાદને ધ્યાનમાં રાખી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સીમાની સાથે પશ્ચિમ મોરચા પર સ્વદેશી હળવા લડાકુ વિમાન તેજસ તહેનાત કર્યા છે.એ યાદ રહે કે તેજસ અનેક ભૂમિકાઓને નિભાવવામાં સક્ષમ્‌ એક હળવુ લડાકુ વિમાન છે. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે એલસીએ તેજસને ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સીમાની નજીક તહેનાત કર્યા છે જેથી ત્યાંથી થનાર કોઇ પણ સંભવિત કાર્યવાહી પર કડક દેખરેખ રાખી શકાય.સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણી વાયુ કમાન હેઠળ સુલુરથી બહાર પહેલા તેજસ સ્કવાડ્રન ૪૫ સ્કવાઇડ્રનને એક ઓપરેશનલ ભૂમિકામાં તહેનાત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રવચન દરમિયાન સ્વદેશી તેજસ વિમાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એલસીએ માર્ક ૧એ સંસ્કરણને ખરીદવાનો સોદો તાકિદે પુરો થવાની આશા છે. વિમાનનો પહેલો સ્કવાડ્રન ઇનિશિયલ ઓપરેશનલ કલીયરેંસ સંસ્કરણો છે જયાં બીજાે ૧૮ સ્કવાડ્રન ફલાઇગ બુલેટ્‌સ અંતિમ ઓપરેશનલ કલીયરેંસ સંસ્કરણનો છે તેનું સંચાલન ૨૭ મેના રોજ સુલુર એરબેસમાં વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કર્યું હતું.

ભારતીય વાયુસેના અને રક્ષા મંત્રાલયે આ વર્ષના અંત સુધી ૮૩ માર્ક૧એ વિમાનો માટે સોદાને અંતિમ રૂપ આપવાની આશા છે સીમા પર ચીની આક્રમકતાને ધ્યાનમાં રાખી ભારતીય વાયુસેનાએ પોતાના હથિયારોને ચીન અને પાકિસ્તાન બંન્ને સીમાઓ પર તહેનાત કર્યા છે. બળના ફોરવર્ડ એરવર્ડ એરબેસોને પશ્ચિમી અને ઉત્તરી મોરચા પર વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે તાજેતરમાં આ એરબસો પર વ્યાપક ઉડાન સંચાલન જાેવામાં આવ્યું છે અહીં દિવસ અને રાતમાં હવાઇ અભિયાન ચલાવવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.