Western Times News

Gujarati News

મ્યુનિ.શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળામાંથી ૩રપ૦૦ વિધાર્થીઓએ એડમીશન લીધા

પ્રતિકાત્મક

પ્રવેશોત્સવ દરમ્યાન ધોરણ-૧માં દર વર્ષે દસ હજાર નવા એડમીશન

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભ્રષ્ટાચાર અને કૌભાંડો ને જાકારો આપ્યા બાદ તેના સારા પરીણામ જાેવા મળી રહયા છે. મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ સારી નામના મેળવી રહયા છે. જયારે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ મ્યુનિ. શાળામાં પ્રવેશ લઈ રહયા છે. છેલ્લ પાંચ વર્ષ દરમ્યાન ખાનગી શાળામાંથી ૩ર હજાર કરતા વધુ વિધાર્થીઓએ મ્યુનિ.શાળામાં એડમીશન લીધા છે.

મ્યુનિ. સ્કુલબોર્ડમાં વધુ એક વખત શિક્ષણને પ્રાધાન્ય મળી રહયું છે. ખાનગી શાળામાંથી પ્રવેશ લેતા વિધાર્થીઓની સંખ્યા તેની સાબિતી માટે પુરતી છે. મ્યુનિ.શાળાઓમાં વર્ષ ર૦૧૪-૧પમાં ૪૩૯૭, ર૦૧પ-૧૬માં પ૪૮૧, ર૦૧૬-૧૭માં પ૦૦પ, ર૦૧૭-૧૮માં પર૧૯, ર૦૧૮-૧૯માં પ૭૯૧ તથા ર૦૧૯-ર૦ ના વર્ષમાં પર૭ર મળી કુલ ૩૧૧૬પ વિધાર્થીઓએ ખાનગી શાળામાંથી પ્રવેશ લીધો હતો. જયારે ર૦ર૦-ર૧માં કોરોના અને લોકડાઉન વચ્ચે પણ ૧૪૦૦ વિધાર્થીઓએ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરવા નિર્ણય કર્યો છે.

વર્ષ ર૦ર૦-ર૧માં ધો.રમાં રપપ ધો.૩ માં રપપ ધો.૪માં રપ૧ ધો.પ માં ૧૯૮, ધો-૬ માં રર૭ ધોરણ-૭માં ૧પ૮ અને ધોરણ-૯માં ૮૬ વિધાર્થીઓએ ખાનગીશાળામાંથી પ્રવેશ લીધો છે. આમ ર૦૧૪-૧પ થી ર૦ર૦-ર૧ સુધી ૩રપ૬પ વિધાર્થીઓ મ્યુનિ.શાળામાં આવ્યા છે. જેના માટે મ્યુનિ.શાળામાં સુધરી રહેલા શિક્ષણસ્તરના સુધારાનો ફાળો મહત્વનો છે. મ્યુનિ. સ્કુલબોર્ડના શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ મ્યુનિ.શાળામાં સ્માર્ટ સર્નીગ પ્રોજેકટ, મોડેલ શાળાઓ, આધુનિક વિજ્ઞાન લેબ, અંગ્રેજી માધ્યમની શાળાઓ, શિક્ષકોના સંતિષ્ઠ પ્રયત્નો જેવા કારણોસર ખાનગીશાળાના વિધાર્થીઓ મ્યુનિસિપલ શાળા તરફ આવી રહયા છે. તદ્દઉપરાંત ખાનગી શાળાની અસહાયની ફી અને કેટલાક સંચાલકોની દાદાગીરીથી વાલીઓ ત્રસ્ત થઈ ગયા હોવાથી પણ મ્યુનિ. શાળામાં પ્રવેશ તરફ ઘસારો થઈ રહયો છે.

મ્યુનિ.શાળાઓમાં ખાનગી શાળામાંથી વિધાર્થીઓ પ્રવેશ લઈ રહયા છે. સાથે સાથે ધોરણ-૧માં પણ મોટી સંખ્યામાં નવા એડમીશન થઈ રહયા છે. ર૦૧૬-૧૭માં પ્રવેશોત્સવ દરમ્યાન ૧૦૧૦પ, ર૦૧૭-૧૮ માં ૧૦૯૮૦,ર૦૧૮-૧૯ના વર્ષમાં ૧૦૦૩૦, ર૦૧૯-ર૦માં ૯પ૪ર તથા ર૦ર૦-ર૧માં ૧૪૪૩૪ વિધાર્થીઓએ ધો.૧માં પ્રવેશ લીધા છે. આમ, ર૦ર૦-ર૧માં ધોરણ-૧ માં પ્રવેશ લેનાર વિધાર્થીઓની સંખ્યામાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો છે. જાે કે, ર૦૧૬-૧૭ની સરખામણીએ ર૦ર૦-ર૧માં કુલ વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ર૦૧૬-૧૭માં ૧૪૧ર૬૬ વિધાર્થીઓની સામે ર૦ર૦-ર૧ (૩૧ જુલાઈ)માં વિધાર્થીઓની સંખ્યા ઘટીને ૧,૧પ,ર,૮૦ થઈ છે. જેમાં ધોરણ ૧થીપ માં ૭ર૧૬૯ તથા ધોરણ ૬થી૮ માં ૪૩૧૧૧ વિધાર્થીઓ છે.

મ્યુનિસિપલ સ્કુલબોર્ડના નેજા હેઠળ ૩૬૮ શાળાઓ કાર્યરત છે. જેમાં ગુજરાતી માધ્યમની ર૩૧, અંગ્રેજી માધ્યમની ૩ર, હિન્દી માધ્યમની ૬૦, ઉદુ માધ્યમની ૪ર તથા મરાઠી માધ્યમની ૦૩ શાળાઓ છે. જયારે પૂર્વઝોનમાં અંગ્રેજી, ગુજરાતી અને ઉર્દુ માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. મ્યુનિ. શાળામાં નવા એડમીશન માટે અંગ્રેજી માધ્યમ પણ મુખ્ય કારણ છે.

મ્યુનિ. સ્કુલબોર્ડ દ્વારા અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યા બાદ જુનિયર અને સીનીયર કે.જી.ર માં નવા પ્રવેશ વધી રહયા છે. હાલ, જુનીયર કે.જી.માં ૧૦૮૧ એન સીનીયર કે.જી. ૧૬૬૯ વિધાર્થીઓ મળી કુલ ર૭પ૩ વિધાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જેની સામે સિનીયર કે.જી.માં અન્ય માધ્યમના ર૪૩ર વિધાર્થીઓ છે. જેમાં ગુજરાતી માધ્યમના ૧રપ૦, હિન્દી માધ્યમમાં ૬૦૬ તથા ઉર્દુ માધ્યમમાં પ૭૭ વિધાર્થીઓ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. સ્કુલબોર્ડમાં ર૦૦પથી ર૦૧૦ સુધીના સમયગાળા દરમ્યાન વ્યાપક ભ્રષ્ટાચાર થયા હતા. જેના પરીણામે તાત્કાલીન શાસનાધિકારીને ડી-ગ્રેડ કરવામાં આવ્યા હતા. જયારે સ્કુલબોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત શાસકપક્ષને અઢી વર્ષ ચેરમેન તથા કમીટી સભ્યો બદલવાની ફરજ પડી હતી. તે અરસામાં ચેરમેન ઠરાવથી થયેલા કામોને હજી સુધી સ્કુલબોર્ડ તરફથી મંજુર કરવામાં આવ્યા નથી. જાેકે, કોગ્રેસ તરફથી નિયુકિત કરવામાં આવેલી સભ્યોની અણઆવડત અને ગોઠવણના પરીણામે સ્કુલબોર્ડમાં વિરોધ વિના કામો મંજૂર થઈ રહયા છે. જયારે ભૂતકાળના કૌભાંડો મામલે કોઈ જ ચર્ચા થતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.