Western Times News

Gujarati News

વસ્ત્રાપુર હિટ & રન -જેલના સત્તાધીશો સામે વિસ્મય શાહ સરેન્ડર કરશે

File

ગુનાની પુષ્ટિ થયાના ચાર મહિના કરતા વધુ સમય માટે તેને રાહત મળી હતી, કોર્ટે સરેન્ડર કરવા જણાવ્યું હતું
અમદાવાદ,  સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષની જેલની સજાને પડકારતી અરજી ફગાવ્યાના ચાર મહિના બાદ વસ્ત્રાપુરમાં થયેલા હિટ એન્ડ રન કેસનો દોષિત વિસ્મય શાહ આખરે જેલના સત્તાધીશો સામે સરેન્ડર કરશે. વિસ્મય શાહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ મંગળવારે સર્વોચ્ય અદાલતના ત્રણ જજોની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે, શાહ કોવિડ-૧૯ મહામારીને લઈને પોતાના સરેન્ડર અને જેલમાં સજા ભોગવવાને લઈને કોઈ પણ છૂટછાટની માગ કરી રહ્યો હતો અને તે હવે તેના સરેન્ડર બાદ ગુજરાત હાઈકોર્ટ તરફથી માગવામાં આવશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જેલના સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યા બાદ આ બન્યું હતું. તેના ગુનાની પુષ્ટિ થયાના ૪ મહિના કરતાંના વધુ સમય માટે તેને રાહત મળી હતી અને કોર્ટે તેને તરત જ જેલમાં સરેન્ડર કરવા જણાવ્યું હતું. અગાઉ આ વર્ષની શરુઆતમાં ગુજરાત હાઈકોર્ટે જેલમાં સરેન્ડર કરવા માટે વિસ્મય શાહને ૬ અઠવાડિયાનો સમય આપ્યો હતો અને આ દરમિયાન તે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યો હતો. તેને મળેલી રાહત મંગળવાર સુધીની હતી જ્યારે સુપ્રીમ કોર્ટે તેને આગળ વધારવાનો ઈનકાર કરી દીધો હતો અને તેના સરેન્ડર પર જોર આપ્યું હતું, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૩માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો જેમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા શિવમ દવે અને રાહુલ પટેલ નામના યુવકોનું મોત નીપજ્યું હતું. વિસ્મય શાહ આ કેસનો દોષિત છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.