Western Times News

Gujarati News

માંગણી નહીં સ્વીકારતા રીક્ષાચાલકોએ રીક્ષા પાછળ સૂત્રો લખી વિરોધ પ્રદર્શિત કર્યો

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ ઓટોરીક્ષા ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈને એક દિવસ પ્રતિક હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ હડતાલને ઝાઝો પ્રતિસાદ મળ્યો નથી. લોકડાઉન પછી અનલોકમાં હડતાલના એલાનને કારણે રીક્ષાચાલકોમાં કચવાટ હતો પરિણામે તેઓ હડતાલમાં જાેડાયા ન હતા.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

બીજી તરફ ઓટોરીક્ષાના વિવિધ લગભગ ૧૦ થી ૧ર જેટલા યુનિયનના આગેવાનોએ માંગણીને લઈને પોતાની લડત જારી રાખવાનો નિર્ધાર કર્યો હતો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીનો સ્વીકાર નહીં કરાતા ઓટોરીક્ષા માલિકોએ પોતાની રીક્ષાની પાછળ ભાજપ વિરોધો સૂત્રો લખ્યા છે. અમદાવાદ શહેરમાં ઓટોરીક્ષાઓની પાછળ સૂત્રો લખેલા નજરે પડશેે.

દરમિયાનમાં જાણવામાં આવ્યા પ્રમાણે અમદાવાદ શહેરની લગભગ ર૦૦૦ જેટલી રીક્ષાઓ પાછળ સૂત્રો લખવામાં આવ્યા છે, તેવો દાવો કરવામાં આવ્યો છે. ઓટોરીક્ષા મહાસંઘના ઉપક્રમે આ સૂત્રો લ્ખાયા હોવાનું જાણવા મળેલ છે. અલબત્ત ઓટોરીક્ષા ચાલકો પોતાની માંગણી સ્વીકારાય તેવું ઈચ્છી રહ્યાં છે. ખાસ તો લોકડાઉન અને અનલોકમા કોરોનાને કારણે કામધંધા બરાબર શરૂ થયા નથી. ત્યારે એક મહિનાના રૂા. પ૦૦૦ લેખે ત્રણ મહિનાના રૂા. ૧પ,૦૦૦ રોકડા અપાય તેવી માંગણી છે. આ વાતને ઓટોરીક્ષા મહાસંઘના કન્વીનર અશોક પંજાબીએ અનુમોદન આપતા વિગતો આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.