Western Times News

Gujarati News

પૂર્વ પત્નીનું અપહરણ કરાવા PSI વિરુદ્ધ FIR

અમદાવાદ: ગુજરાત હોઈકોર્ટે દાહોદના એસપીને આદેશ આપ્યો છે કે તેઓ વડોદરામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ગુનો નોંધે. આ ટ્રાફિક પોલીસકર્મીએ પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કર્યું હતું અને તેને મિત્રના ફાર્મહાઉસ પર રાખીને તેની સાથે ગેરકાયદેસરની હરતક કરી હતી. વડોદરાની ટ્રાફિક બ્રાન્ચમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી ઉમેશ નલવાયા પર પૂર્વ પત્નીના અપહરણનો આરોપ લાગ્યો હતો.

આ સાથે જ હાઈકોર્ટે ડિવોર્સ બાદ પણ મહિલાને હેરાન કરનારા નલવાયા વિરુદ્ધ વડોદરા પોલીસ કમિશનરને પણ ડિપાર્ટમેન્ટલ એક્શન લેવા આદેશ આપ્યો હતો.

નલવાયાએ દાહોદ જિલ્લામાં પોતાના કોન્ટેક્ટ્‌સ સાથે મળીને પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરીને તેને મિત્રના ફાર્મહાઉસ પર રાખી હતી. જે બાદ સમગ્ર મામલો હોઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. મહિલાની માતાએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, પણ કંઈ ન થયું. આ બાદ તેમણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને મહિલાને છોડાવીને તેને બુધવારે દાહોદથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

જજ દ્વારા પૂછવા પર મહિલાએ જણાવ્યું કે, તે ફાર્માસિસ્ટ છે અને આ પહેલા નલવાયા સાથે લગ્ન કર્યા હતા. જોકે તેની સાથે તે ખુશ ન હોવાથી ડિવોર્સ લઈ લીધા હતા. કાયદાકીય રીતે ડિવોર્સ લીધા બાદ તે પૂર્વ પતિ સાથે કોઈ સંબંધ રાખવા નહોતી ઈચ્છતી તેમ છતાં નલવાયા મહિલા તથા તેના માતા-પિતાના જીવનમાં દરમિયાનગીરી કરતો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, મહિલા પોતાની તથા પેરેન્ટ્‌સના જીવનની સુરક્ષા માટે આજીજી કરી રહી હતી, જેથી તે પોતાની રીતે જીવી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.