Western Times News

Gujarati News

૨૦ રૂપિયાની સિગારેટ યુવકને પાંચ લાખમાં પડી

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૂપિયા લઇને નિકળ્યો હતો રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઉભો રહ્યો હતો આ દરમિયાન તેની નજર ચુકવી ગઠિયો એકિટવાનું લોક તોડીને તેમાંથી પાંચ લાખ રૂપિયા લઇ રફુચકકર થઇ ગયા હતાં

સમગ્ર બાબતને લઇને પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસે પાનના ગલ્લાની બાજુમાં આવેલી રેસ્ટોરન્ટના સીસીટીવી ફુટેજ પણ કબજે કર્યા છે. મળતી માહિતી અનુસાર સરસપુર ખાતે રહેતા રાહુલભાઇ પરીખ કલગી ચાર રસ્તા પાસે આવેલી મિત્રની ઓફિસે ગયા હતાં અહીથી તેમના મિત્રનું એકિટવા લઇને સીજી રોડ ખાતે આવેલી એક આંગડિયા પેઢી ખાતે જવાનું કહ્યું હતું બાદમાં તેઓ આ આંગડિયા પેઢી ખાતે ગયા હતાં અને ત્યાંથી થેલીમાં પાંચ લાખ રૂપિયા એકિટવાની ડેકીમાં મુકીને નિકળ્યાહતાં.તેઓ જયારે કલગી ચાર રસ્તા પાસે આવ્યા હતાં

અહીં એક પાનનો ગલ્લો હોવાથષી તેઓ ત્યાં સિગારેટ અને પાણી પીવા ઉભા રહ્યાં હતાં બાદમાં એકિટવા પાસે ગયા ત્યારે એકિટવાની ડેકી ખુલ્લી હતી અને અંદરથી પાંચ લાખ રૂપિયા ગુમ હતાં.આ મામલે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.