Western Times News

Gujarati News

માઉન્ટ આબુમાં ફરી આઠ દિવસનું લોકડાઉન જાહેર

ગાંધીનગર: ગુજરાતીઓમાં ફરવા માટે લોકપ્રિય બનેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર કોરોનાના કેસોએ માથું ઉચક્યું છે. સતત વધી રહેલા કેસોને જોતા માઉન્ટ આબુમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં ત્યાં ફરવા જવાનો વિચાર કરી રહેલા ગુજરાતીઓ હવે એક આઠ દિવસ સુધી માઉન્ટ આબુમાં નહીં જઈ શકે. જાણકારી મુજબ, માઉન્ડ આબુમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા પ્રશાસન દ્વારા ફરીથી ૩૦ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ માટે સબ ડિવિઝન ઓફિસર ડો. ગૌરવ સૈનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોનાના કેસોને ઓછા કરવા માટે લોકડાઉનનો ર્નિણય લેવાયો હતો. આ બેઠકમાં વેપારીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ર્નિણય બાદ આબુરોડ શહેર સહિત તારતોલી, અક્રભાતા, માનપુર હવાઈ પટ્ટી અને સંતપુર સુધીના ગામોમાં લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ ર્નિણય બાદ માઉન્ટ આબુ ફરવા જઈ રહલા સહેલાણીઓને ઝટલો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકડાઉનના કારણે માઉન્ટ આબુ મહિનાઓ સુધી બંધ હતું. જોકે અનલોક સાથે થોડી ઘણી છૂટછાટો મળતા જ ફરીથી લોકો ત્યાં જઈ રહ્યા હતા. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. એવામાં વરસાદ બાદ માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ આબુમાં ચારેય તરફ હરિયાળી અને પહાડોમાંથી ઝરણાં વહેતા અને છલોછલ નક્કી લેકથી અદ્ભૂત દ્રશ્યો સર્જાતા હોય છે. એવામાં ગુજરાતમાંથી વધુથી વધુ પ્રવાસીઓ ત્યાં મુલાકાતે જતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.