Western Times News

Gujarati News

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદ : અમદાવાદમાં સવારથી જ પડી રહેલા વરસાદને કારણે જનજીવન ઉપર અસર પડી છે બપોર બાદ શહેર ભરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા અનકે વાહન ચાલકો ફસાઈ ગયા છે ભારે વરસાદના કારણે શહેરના તમામ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા નાગરિકો મુશ્કેલીમા મુકાઈ ગયા છે.

અગાઉ 24 ઓગસ્ટના રોજ પણ ચાર કલાકમાં શહેરમાં ૧ જેટલો ઇંચ વરસાદ પડ્યો હતો. રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઉસ્માનપુરા, વાડજ, ઓઢવ, મેમકો, નરોડા, સૈજપુર, સરખેજ, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.અમદાવાદમાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં એક જેટલો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ 5″ વરસાદ વરસ્યો હતો.

બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતી.

શહેરના સીટીએમ, બોલપ, એસજી હાઈવે વસ્ત્રાપુરમાં આવેલા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી વાહનચાલકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે શહેરની સાબરમતી નદીમાં વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ફેકટરી માલિકોએ છોડ્યું હોવાની ફરિયાદો સામે આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.