Western Times News

Gujarati News

ભારતના પહેલા મહિલા હ્‌દયરોગના નિષ્ણાંત ડો.પદ્માવતીનું નિધન

નવીદિલ્હી, ભારતની પહેલી મહિલા કાર્ડિયોલોજીસ્ટ(હ્‌દયરોગ નિષ્ણાંત) ડોકટર એસ આઇ પદ્માવતીનું ૧૦૩ વર્ષની વયે કોવિડ ૧૯ના કારણે નિધન થયું છે તેમને નેશનલ હાર્ટ ઇસ્ટીટયુટ (એનએચઆઇ)માં ૧૧ દિવસ પહેલા દાખલ કરાવવામાં આવ્યા હતાં હોસ્પિટલના સીઇઓ ડોકટર ઓ પી યાદવે કહ્યું કે ડો પદ્માવતીના બંન્ને ફેફસામાં ગંભીર સંક્રમણ થઇ ગયુ હતું જેના કારણે તેમનું નિધન થયું હતું.

ડો પદ્માવતીના અંતિમ સંસ્કાર પશ્ચિમ દિલ્હીના પંજાબી બાદ શમશાન ઘાટમાં કરવામાં આવ્યા હતાં મહાન હ્‌દય રોગ નિષ્ણાંતે પોતાના આખરી દિવસો સુધી એક સક્રિય અને સ્વસ્થ જીવન જીવ્યું ૨૦૧૫ના અંત સુધી તેઓ દિવસમાં ૧૨ કલાક,અઠવાડીયમાં પાંચ દિવસ એનએચઆઇમાં કામ કરી રહ્યાં હતાં ૧૯૮૧માં તેમને એનએચઆઇની સ્થાપના કરી હતી તેમના યોગદાનના કારણે જ તેમને ગોડમધર ઓફ કાર્ડિયોલોજીની ઉપાધી આપવામાં આવી હતી.

તેમણે ૧૯૫૪માં લેડી હાર્ડિગ મેડિકલ કોલેજમાં ઉત્તર ભારતની પહેલી કાર્ડિએક કેથીટેરાઇઝેશન પ્રયોગશાળા સ્થાપિત કરી હતી ૧૯૬૭માં તેમને મૌલાના આઝાદ મેડિકલ કોલેજના નિદેશક પ્રાચાર્યના રૂપમાં પદભાર સંભાળ્યો અને ઇરવાન અને જી બી પંત હોસ્પિટલોથી જાેડાયેલ રહ્યાં અહીં તેમણે કાર્ડિયોલોજીમાં પહેલા ડીએસ કોર્સ,પહેલી કોરોનરી કેયર યુનિટ અને ભારતમાં પહેલી કોરોનરી કેયર વાનની શરૂઆત કરી ડો એસ પદ્માવતીએ ૧૯૬૨માં ઓલ ઇન્ડિયા હાર્ટ ફાઉન્ડેશન અને ૧૯૮૧માં નેશનલ હાર્ટ ઇસ્ટીટયુટની સ્થાપના કરી તેમણે ભારત સરકારે ૧૯૬૭માં પદ્મ ભૂષણ અને ૧૯૯૨માં પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.