Western Times News

Gujarati News

પેગોન્ગ લેક પાસેના ઘર્ષણ બાદ એલએસી પર દળોનો જમાવડો

લદાખ: લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. ચીનના કાવતરાને નિષ્ફળ કરતાં ભારતીય સેનાએ પૈગાન્ગ લેકના દક્ષિણ હિસ્સામાં આવેલી એક મહત્વની ચોટી પર કબજો કરી લીધો. આ વ્યૂહાત્મક રીતે ઘણી અગત્યની માનવામાં આવે છે. અહીંથી ચીની સૈનિકો થોડાક મીટરના અંતરે છે. આ દરમિયાન ચીને સોમવાર સાંજે કહ્યું કે બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને લઈ તણાવ વધવાનો ખતરો છે. ચીને ભારતના વલણને આક્રમક ગણાવ્યું છે. એવામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય વૃદ્ધિની આશંકા વધી ગઈ છે. આ નિવેદનો બાદ પૈન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી છે.

ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચીની સેનાની આ ઉશ્કેરનારી સૈન્ય કાર્યવાહી કરતાં પરસ્પર સહમતિનું ઉલ્લંઘન કર્યું. આ ઘટનાક્રમ બાદ પૂર્વ લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીનની વચ્ચે એલએસી પર ફરી તણાવની સ્થિતિ ઊભી થઈ છે. મે મહિનાથી જ આ વિસ્તારમાં ચીનના નાપાક ઈરાદાના કારણે તણાવ વધી ગયો છે અને ત્યારથછી ત્રણ પોઇન્ટ્‌સ હોટ સ્પ્રિંગ્સ, ગલવાન વેલી અને પેન્ગોગ ત્સો, ઘર્ષણ અને કડક પેટ્રોલિંગના ક્ષેત્ર બની ગયા છે.

અહેવાલ મુજબ, પેન્ગોગ ત્સોના ઉત્તર કિનારા ખાતે ભારતીય સેના માત્ર પેટ્રોલિંગ કરે છે. તેનાથી વિપરીત દક્ષિણ કિનારામાં એલએસીની ખૂબ નજીક ભારતીય સૈનિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. ચીની સેના પીએલએ ભારતીય તૈનાતી વિશે માહિતગાર છે. હાલ ચીન તરફથી કોઈ પણ ફેરફારનો પ્રયાસ નથી થયો.

એલએસી ભારતીય ચોકીઓથી ૮ કિમી પશ્ચિમમાં સ્થિત છે. છેલ્લા થોડાક સમયમાં ભારતે ચીન પર સરહદ પર તણાવ ઊભો કરવા સહિત એવો આરોપ લગાવ્યો કે ચીન બોર્ડરના પાસે કુદરતી સંરચનાઓ સાથે ચેડા કરવાની સાથે જ અનેક પ્રકારના નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત, ચૂપચાપ બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે.

રોઇટર્સના રિપોર્ટને માનીએ તો ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષ પર અનેક રાઉન્ડની મંત્રણાઓ બાદ બીજા પોઇન્ટ્‌સ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલ એટલે કે સોમવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે નિયંત્રણ રેખા પર ફરી એકવાર અથડામણ થઈ હોવાના અહેવાલ આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૯/૩૦ ઓગસ્ટની રાત્રે પેંગોંગત્સોમાં ચીની સૈનિકો નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી ભારતીય હદમાં ઘૂસી આવ્યા હતા. ઈસ્ટર્ન લદ્દાખમાં આવેલા પોંગોંગ ત્સો લેકના દક્ષિણ ભાગમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.