Western Times News

Gujarati News

ભરૂચમાં ચપ્પુની અણીએ થયેલી લૂંટમાં નવો વળાંક

સાસરીમાં નાણાંકીય ભીડના પગલે પિયરમાં આવી નાટક રચી ઘરેણા સંતાડી તેને વેચીને અગવડતા દુર કરવા પ્લાન ઘડ્યો.

અવનિ ખખરે લૂંટની સમગ્ર ઘટનાને ઉપજાવી અંજામ આપતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં ગત તારીખ ૨૯મી ઓગષ્ટના રોજ ચપ્પુ ની અણી એ લૂંટ થઈ હોવાની ઘટનામાં પોલીસે જીણવટભરી તપાસ કરતા ઈજાગ્રસ્ત મહિલાએ જ સમગ્ર ઘટના ઉપજાવી કાઢી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પોલીસે કર્યો હતો અને લૂંટમાં ગયેલા  ઘરેણા અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ અને ચપ્પુ પોલીસે રિકવર કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામ્યો છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સી ડીવીઝન પોલીસ મથકમાં ગત તારીખ ૨૯ મી ઓગષ્ટના રોજ ફરીયાદી નોંધાવા પામી હતી.જેમાં જણાવ્યા અનુસાર અવનિ ખખર તેની સાસરી મુંબઈ માંથી ભરૂચ ખાતે તેમના પિયર માં મહેમાન તરીકે આવી હતી અને તેઓના પ્રથમ માળે આવેલ રહેણાક મકાનના બેડરૂમના બાથરૂમમાં નાહીને બપોરના કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે બેડરૂમમાં કપડા પહેરતા હતા

તે વખતે બાથરૂમની સ્લાઈડીંગ બારી માંથી બે અજાણ્યા ૨૦ થી ૨૨ વર્ષ ના બુકાનીધારી યુવાનો આવી ફરીયાદી અવનિ ખખરને ચપ્પુ બતાવી પકડી લીધેલ અને બીજા એક વ્યક્તિએ ઘરનો સરસામાન ચોરી કરવાના ઈરાદે ફેંડવા લાગતા ફરીયાદી અવનિ ખખરના ગળાના ભાગે ચપ્પા વડે ત્રણ ઘા મારી તથા માથુ કબાટ માં અથાડી પેટમાં લાતો મારી ઈજા કરી ફરીયાદી અવનિ ખખરે પહેરેલ મંગલસુત્ર તથા હાથ મા ની વીંટી તથા બેડરૂમમાં પેટી પલંગ માં રાખેલા સોનાના દાગીના મળી કુલ ૨૦૨ ગ્રામ સોનુ કિંમત રૂપિયા ૧૦,૧૦,૦૦૦ નુ તથા રોકડા રૂપિયા ૩૦,૦૦૦ મળી કુલ ૧૦,૪૦,૦૦૦ ની લુંટ કરી લઈ ગયેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

જે ગુનાની તાપસ પોલીસે જીણવટભરી કરતા ફરિયાદી અવનિ ખખરે જ સમગ્ર ઘટના ને ઉપજાવી હોય તેવું જણાઈ આવતા પોલીસે ઘર ના તમામ સભ્યો ની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો હતો.જો કે સમગ્ર ઘટના માં ફરિયાદી અવનિ ખખરને ઈજાના સામાન્ય ઘા જોઈ તેમજ સમગ્ર ઘરનુ ઝીણવટ પૂર્વક નીરીક્ષક કરી સ્રચિંગ કરવામાં આવતાં ફરીયાદી અવનિ ખખર પોતે જે રૂમમાં થી લુંટ થઈ છે તેવું દર્શાવેલ તેજ રૂમના તેના કપડાના થેલા માંથી સંતાડેલા ઘરેણા તથા રોકડા રૂપિયા મળી આવેલ તથા એજ રૂમના કબાટ માંથી સંતાડેલ ચપ્પુ મળી આવ્યું હતું.જે કબ્જે કરી ફરીયાદી અવનિ ખખરની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતાં તેઓ પુછપરછ દરમ્યાન ભાંગી પડેલ અને પોતે જ પોતાની સાસરીમાં નાણાંકીય ભીડ હોય

જેથી આજથી એક અઠવાડીયા પહેલા તેને આવુ નાટક કરવાનો વિચાર આવ્યો હતો અને બનાવના દિવસે સવારે બારેક વાગ્યાની આસપાસ ઘરમાં જ્યારે તેના પપ્પા અને ભાઈ હાજર ન હતા અને તેની માતા તથા ભાભી રસોડાનુ કામ કરતા હતા.તે દરમ્યાન ફરીયાદી અવનિ ખખરે સ્ટોરી ઉપજાવેલી કાઢેલી અને આ પ્લાન મુજબ ઘરેણા સંતાડી અને ત્યાર બાદ તેને વેચીને નાણાંકીય અગવડતા દુર કરવા પ્લાન બનાવેલ હોવાનો ચોંકવનારો ઘટસ્ફોટ પોલીસે કર્યો છે. ત્યારે સમગ્ર ઘટના માં ઈજાગ્રસ્ત  ફરિયાદી અવનિ ખખર જ આરોપી સાબિત થતા પોલીસે સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.