Western Times News

Gujarati News

સંજેલીના કોટા ગામે પરપ્રાંતીય યુવકનો પોઝીટીવ આવતા તાલુકામાં હાહાકાર મચી જવા પામ્યો હતો

પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ   દાહોદ જિલ્લાના કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલીના કોટા ગામે દસ દિવસ પહેલાં આવેલા પરપ્રાંતિય વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું
સંજેલીના કોટા ગામે મંદિર ફળિયામાં માં તાડીનો વ્યવસાય કરતા પરપ્રાંતિય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો દસ દિવસ પહેલા જ આ યુવક પોતાના વતનથી સંજેલી તાલુકાના કોટા ગામે મંદિર ફળિયામાં રહેતા પરપ્રાંતિય યુવક જનાધન રમુલુંભાઈ સુરમાંભાઇનો એકાએક કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક ધોરણે દાહોદ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને વહીવટી તંત્ર હિસ્ટ્રીમાં જોતરાય જવા પામી હતી.

સંજેલી તાલુકામાં ટાડી ઝાડો  નહીવત પ્રમાણમાં છે છતાં પણ છતાં પણ તાલુકામાં પરપ્રાંતીયો દ્વારા મુખ્ય માર્ગ પર જ ૨૦ લીટર જેટલા મોટા કેનો ભરી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાડી સેની બનાવવામાં આવે છે.તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવી ખુલ્લા વેચનાર ટાડી ના ધંધા કરનાર વેપારીની વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ આખાયે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે ત્યારે તાડી ના નામે ખુલ્લેઆમ નશીલા પદાર્થ મેળવી વેચાણ કરવામાં આવી રહ્યું છે.સંજેલી તાલુકામાં તાડીના ઝાડ જ નથી તો પછી તાડી આવે જ ક્યાંથી માત્ર તાડી નું નામ લઈને નશીલા પદાર્થ વેચી આદિવાસી પ્રજાને બરબાદ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં આવા તાડીના ધંધા કરનારા યુવકોને પકડી પાણીનું સેમ્પલ લઇ ચકાસણી કરવામાં આવે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. માજી તાલુકા સભ્ય.રાજેશભાઇ ડામોર
બોક્સ   તાડીને નામે નશીલો પદાર્થ લાવી પાણીમાં ભેળસેળ કરી લોકોને નશો ચડે તેવી ટાડી બનાવી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે.શું દારૂ પર પ્રતિબંધ છે તો આવા તાડી ના નામે નશીલા પદાર્થ મેળવી વેચાણને છૂટ આપવામાં આવી છે કે શું તે પણ એક જાગૃત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.