Western Times News

Gujarati News

કેનેડાના વિઝા અપાવવાના બહાને ઘાટલોડીયાના યુવાન સાથે ર૭ લાખની ઠગાઈ

યુવાન અને તેના મિત્ર પાસેથી રૂપિયા પડાવ્યા : એક વર્ષથી વધુ સમય છતાં કોઈ જવાબ ન આપતા ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ, ઘાટલોડીયામાં રહેતા યુવાનને કેનેડાના વીઝા અપાવવાના બહાને હૈદરાબાદના એક શખ્સે ર૭ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. વિઝા અપાવવાની બાંહેધરી આપનાર એજન્ટે રૂપિયા લીધા બાદ કોઈ જવાબો આપ્યા ન હતા યુવાને તેના મિત્ર સાથે પણ આવી જ ઠગાઈ થઈ હોવાનું જણાવતાં ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે હર્ષ દશરથભાઈ પટેલ (ર૭) દેવાલય પ્લાજા, સત્તાધાર ચાર રસ્તા ઘાટલોડીયા ખાતે રહે છે તેમને કેનેડા જવું હોઈ કોઈ એજન્ટની તપાસ કરતા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા રહેતા મિત્રએ તેમને અરુણકુમાર (હિમાયતનગર, વાસુ મેડીકલ હૈદ્રાબાદ)નો નંબર આપતા ફોન પર વાત કરી હર્ષભાઈ તથા તેમનો મિત્ર જયમીન અરુણકુમારને નરોડા ખાતે આવેલી કેનેડા એકસપ્રેસ હોટલમાં મળ્યા હતા

જયાં ઉપરછલ્લી વાતચીત થયા બાદ બંને મિત્રો અરુણકુમારને તેની હૈદ્રાબાદની ઓફીસે મળ્યા હતા જયાં બે મહીનામાં જ કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાવવાની બાંહેધરી આપી હતી એ પછી પ્રોસેસ કરવાના નામે ટુકડે ટુકડે તેમની પાસેથી કુલ રૂપિયા ર૭ લાખ ઉઘરાવ્યા હતા પરંતુ એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં તેમને વીઝા ન કરી આપ્યા હતા ઉપરાંત કોઈ જવાબ પણ ન આપતાં છેવટે તેમણે શહેર ક્રાઈમબ્રાંચમાં પોતાની સાથે થયેલી રૂપિયા ર૭ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.