Western Times News

Gujarati News

નર્મદા નદીના પાણીથી ૪ હજાર હેક્ટર જમીનમાં પાક નષ્ટ થયો

નર્મદા: તાજેતરમાં ઉપરવાસથી પાણીની આવક વધતા નર્મદા ડેમના ૨૩ દરવાજા ખાોલીને આશરે નવથી ૧૦ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. એક સાથે વધારે પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. એટલું જ નહીં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સરદાર સરોવર નર્મદા બંધમાંથી સતત પાંચ દિવસ સુધી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આ પાણી નર્મદા નદીમાં વહેતા પ્રથમવાર પાણીએ કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. સૌથી વધારે નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. હજારો ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.

નદીના કિનારાના વિસ્તોરમાં આવેલા ખેતરોમાં ૨૦ ફૂટ સુધી પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના ૨૪ જેટલા ગામોની સીમોમાં પાણી ભરાતા જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઇ હતી. જિલ્લામાં નર્મદાના પાણીથી આશરે ૪,૦૦૦ હેક્ટર જમીનમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા, શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. પાંચ દિવસની ભારે તબાહી મચાવ્યા બાદ નર્મદા બંધમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નદીના પાણી ઓસર્યા છે.

જોકે, ખેતીનો નવો-જૂનો બધો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે ખેડૂતો પાસે પાણીમાં મરી ગયેલા પાકની સફાઈ કરવાના રૂપિયા નથી. આ પાણીને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આવા પીડિત ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલો સર્વે કરે અને જાતે નક્કી કરે કે એક ખડૂતને કેટલું નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને રાહત પેકેજ તેમજ પાણીમાં વહી ગયેલી ડ્રીપ લાઇન અને પાઈપ આપે તેમજ લોન માફ કરે. નોંધનીય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.