Western Times News

Gujarati News

ભારતીય-અમેરિકન મને જ વૉટ આપશે : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વોશિંગટન: અમેરિકામાં ત્રીજી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાનાર છે. આ દરમિયાન અમેરિકાની બંને રાજકીય પાર્ટી ભારતીય-અમેરિકનોને મનાવવા માટે લાગી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મતદારોને મનાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. તેઓએ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસના દિવસે અમેરિકામાં સ્ક્વેર ખાતે રામ મંદિરની વિશાળ તસવીર પણ મૂકાવી હતી. બીજી તરફ ડેમોક્રેટ્‌સ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બીડેન ભારતીય-અમેરિકનોને લલચાવવા માટે જૈનોના તહેવારના દિવસ તેમને શુભેચ્છા પણ આપે છે.

આવો જ એક પ્રયોગ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં ફરીથી જોવા મળ્યો છે. તેમણે એક ચૂંટણી સભામાં ભારતના લોકોની પ્રશંસા કરતા કહ્યુ કે, ત્યાંના લોકો મહાન છે અને તેઓએ એક મહાન નેતાની પસંદગી કરી છે. તેમને ભારતીય લોકો અને પીએમ નરેન્દ્ર મોદીનું સમર્થન મળેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, પીએમ મોદી મારા સૌથી સારા મિત્રોમાંના એક છે. તેઓ ખૂબ સારું કામ કરે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે મોટાભાગના ભારતીય-અમેરિક તેમને જ વૉટ આપશે. ભારતીય-અમેરિકનોને લલચાવવા માટે ટ્રમ્પ અવારનવાર ચીન પર નિશાન સાધતા રહે છે.

તેઓ હંમેશા હિન્દ પ્રશાંત મહાસાગરમાં ચીનની વધી રહેલી દખલની વાત કરીને ભારતને અમેરિકાના સમર્થનની વાત કરે છે. આ દરમિયાન તેમણે ચીનના આક્રમક વલણ પર ફરીથી હુમલો કર્યો હતો. તેઓએ કહ્યુ કે, આ સમયે રશિયાથી પણ વધારે ચર્ચા ચીનની થવી જોઈએ, કારણ કે તે જે કામ કરી રહ્યું છે તે વધારે ખરાબ છે.

ચીન તરફથી પેદા કરવામાં આવેલા એક વાયરસે દુનિયાભરમાં ૧૮૮ દેશમાં તબાહી મચાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે, હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે. આ માટે અમે ચીન અને ભારતની મદદ માટે તૈયાર છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આ મામલે બંને દેશ સાથે વાતચીત કરીશું. ચીનની ચાલાકી આખી દુનિયાને સમજમાં આવી રહી છે. નોંધનીય છે કે ભારત અને અમેરિકાએ ગત દિવસોમાં ચીન પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધોને કારણે ભારત અને અમેરિકા પ્રત્યે ચીનની નારાજગી અને વધતી રહી છે. આ જ રઘવાહટમાં ચીન ક્યારેક પાકિસ્તાન તો ક્યારેક નેપાળના ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.