Western Times News

Gujarati News

કેન્દ્રીય આરોગ્ય સચિવે 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી

ચેપપ્રસાર શ્રૃંખલા નિયંત્રણમાં લાવવા અને મૃત્યુદર 1%થી નીચે લઇ જવા રાજ્યોને કડક ચેપનિયંત્રણ પગલાઓ અને RT-PCR તપાસના સંપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં

PIB Ahmedabad, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિડ મહામારીની સમગ્ર પરિસ્થિતિ ઉપર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યું છે. વધુમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કટોકટીના વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે કોવિડ કેસમાં ઉછાળો અને સક્રિય કેસભારણનું ઊચું પ્રમાણ અને મૃત્યુદર ધરાવતાં જિલ્લાઓના પ્રશાસનતંત્રને માર્ગદર્શન આપવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના સત્તાવાળાઓની સાથે પ્રભાવશાળી વાર્તાલાપ હાથ ધર્યો હતો.

આ સંબંધમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ મારફતે 5 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં 35 જિલ્લાઓમાં કોવિડના નિયંત્રણ અને સંચાલન અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ 35 જિલ્લાઓમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવરા, ઉત્તર 24 પરગણા અને 24 દક્ષિણ પરગણા, મહારાષ્ટ્રમાં પૂણે, નાગપુર, થાણે, મુંબઇ ઉપનગર, કોલ્હાપુર, સાંગલી, નાસિક, અહેમદનગર, રાયગઢ, જલગાંવ, સોલાપુર, સતારા, પાલઘર, ઔરંગાબાદ, ધૂલે અને નાંદેદ, ગુજરાતમાં સુરત, પુડુચેરીમાં પોંડેચેરી, ઝારખંડમાં પૂર્વ સિંગભૂમ અને દિલ્હીમાં તમામ 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય સચિવો ઉપરાંત, ડિજિટલ બેઠકમાં પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને અન્ય કાર્ય સત્તામંડળોએ પણ ભાગ લીધો હતો.

ડિજિટલ બેઠકમાં ભાગ લેનારા સત્તાધિકારીઓ સાથે વાતચીત દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવે સહબિમારી અને વૃદ્ધાવસ્થા ધરાવતી વસ્તી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સક્રિય કેસ તપાસ મજબૂત બનાવીને ચેપી રોગની સંક્રમણ શ્રૃંખલા ઉપર નિયંત્રણ મેળવવા અને સમયાંતરે તેને તોડવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં તેમણે પ્રભાવિત વિસ્તારોમાં ચેપનિયંત્રણ પગલાંઓને વધારે મજબૂત બનાવવા અને પોઝિટિવિટી દર ઘટાડીને 5%થી નીચે લઇ જવા માટે ટેસ્ટિંગમાં વધારો કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.

આ જિલ્લાઓમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અંગે રાજ્ય આરોગ્ય સચિવોએ વિગતવાર વિશ્લેષણ રજૂ કર્યુ હતું. આ વિશ્લેષણમાં નિયંત્રણ માટેના પગલાંઓ, સંપર્ક તપાસ, નિરીક્ષણ પ્રવૃતિઓ, સુવિધા-આધારિત મૃત્યુદર, સાપ્તાહિક નવા કેસ અને મૃત્યુના સંદર્ભમાં વલણો વગેરે બાબતો આવરી લેવામાં આવી હતી. તેમણે આગામી એક મહિના માટે વિગતવાર રૂપરેખા અને કામગીરીના આયોજનની પણ ચર્ચા કરી હતી. જિલ્લામાં હાથ ધરવામાં આવતાં RT-PCR અને રેપિડ એન્ટિજન ટેસ્ટના વિભાજનના સંદર્ભમાં વિગતો, એન્ટિજન ટેસ્ટમાંથી લક્ષણ ધરાવતાં નેગેટિવ કેસની પુનર્તપાસની ટકાવારી, ટેસ્ટિંગ લેબની ઉપયોગિતા, હોસ્પિટલમાં ભરતીની સ્થિતિ અને ઓક્સિજનની સુવિધા ધરાવતી પથારીઓનો કરવામાં આવેલો ઉપયોગ, ICU પથારીઓ અને વેન્ટિલેટર વગેરે અંગેની માહિતીનું પણ કેન્દ્રને પૂરી પાડવામાં આવી હતી.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ચોક્કસ ક્ષેત્રોમાં પગલાં લેવા સલાહ આપવામાં આવી હતીઃ

1. ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.

2. RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.

3. ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.

4. સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.

5. આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.

6. જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.