Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂરે છીછોરેનું ૧ વર્ષ પૂરું થતાં વીડિયો શેર કર્યો

મુંબઈ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ભલે આ દુનિયામાં નથી પરંતુ તેની ફિલ્મો દ્વારા તેને હંમેશા યાદ રાખવામાં આવશે. સુશાંતની સુપરહિટ ફિલ્મ છીછોરેને આજે એક વર્ષ પૂરું થયું છે. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ સુશાંતના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં સુશાંતની સાથે શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવીન પોલીશેટ્ટી, તુષાર પાંડેય અને પ્રતીક બબ્બર હતા.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

આ ફિલ્મે ભારતમાં જ લગભગ ૧૫૩ કરોડ રૂપિયા કમાણી કરી હતી. ફિલ્મમાં સુશાંત સાથે લીડ રોલમાં જોવા મળેલી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે મૂવીનું એક વર્ષ પૂરું થતાં બીટીએસ (બિહાન્ડ ધ સીન) વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સુશાંત ઉપરાંત ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટની મસ્તી જોવા મળે છે. વિડીયોના અંતે સુશાંતની હસતી તસવીર સાથે લખ્યું છે, સુશાંતની મીઠી યાદો સાથે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના ફ્રેન્ડનો રોલ કરનારા એક્ટર વરુણ શર્માએ છિછોરેનું એક વર્ષ પૂરું થતાં દિવંગત એક્ટરને યાદ કર્યો છે. વરુણે એક તસવીર શેર કરી છે.

જેમાં માત્ર કમ્મો લખ્યું છે. હકીકતે ફિલ્મમાં સુશાંતના પાત્રને વરુણ પ્રેમથી કમ્મો કહીને બોલાવતો હતો. વરુણ ઉપરાંત ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ડાયરેક્ટર નિતેશ તિવારીએ પણ સુશાંતની યાદમાં ઓફિશિયલ ટિ્‌વટર અકાઉન્ટ પરથી વિડીયો પોસ્ટ કર્યો છે. નિતેશ તિવારીએ વિડીયો શેર કરતાં લખ્યું, “તું હંમેશા અમારા દિલમાં રહીશ. તો સાજિદ નડિયાદવાલાએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.