Western Times News

Gujarati News

સ્વદેશી જાગરણ મંચે કોરોના વોરિયર્સને સન્માનીત કર્યા,સહયોગ કૃષ્ઠ આશ્રમના સુરેશ ભાઈ સોનીને નવાજ્યા 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: જાપાનમાં જ્યારે હિરોશીમા-નાગાસાકી પર યુદ્ધ સમયે  અણુબોમ થી હુમલો થયો હતો ત્યારે  પૂરી દુનિયા વિચારતી હતી જાપાન દેશ હવે ફરી પોતાના ઉપર બેઠો નહિ થાય્.  જ્યારે જાપાનના લોકોએ દુનિયાને બતાવી આપ્યું કે વિનસ પછી વિકાસ પણ જોરદાર થતો હોય છે.

આજે જ્યારે વિશ્વ કોરોના ની મહામારી ના કારણે દેશ અને દુનિયાના લોકો નિરાશ થઈ રહ્યા છે ત્યારે ભારત દેશ ના લોકો માટે સ્વદેશી જાગરણ મંચ આત્મનિર્ભર કેવી રીતે બનવું એ માટે સતત લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે આજે ગુજરાત રાજ્ય સ્વદેશી જાગરણ મંચ દ્વારા હિંમતનગર આરએસએસ ના સભાખંડમાં અરવલ્લી જિલ્લા સાબરકાંઠા જિલ્લાના જે લોકો આત્મનિર્ભર બની પોતાનો વ્યવસાય સારી રીતે કરી રહ્યા છે સાથે જ સાથે જરૂરિયાત મંદોને રોજીરોટી પૂરી પાડી રહ્યા છે.

તેવા વ્યક્તિઓનું સન્માન કરવા નો કાર્યક્રમ યોજાયો હતો   જેમાં ખેડૂતો દ્વારા ઊભી થયેલી ખેડૂતો માટેની સાબરડેરીના ચેરમેન, ખેડૂતો માટે કામ કરતી સાબરકાંઠા જિલ્લા બેન્ક ના ચેરમેન મહેશભાઈ પટેલ ઇડર ખાતે ગૃહ ઉદ્યોગ દ્વારા સ્વરોજગાર પૂરો પાડતા જાડેજા બાપુ. ગોપાલસિંહ. અમિત કવિ. સાથે સાથે પુરા ભારત દેશમાં જેનું નામ છે  સેવાએ જ ભગવાન સેવા એ જ એમનો ધર્મ છે

તેવા રાજેન્દ્ર નગરના સહયોગ કુષ્ઠ રોગ ના પ્રણેતા આજે પણ ગાંધી એમને જોઈને યાદ આવે એવા જરૂરિયાત મંદ બીમાર લોકો મંદબુદ્ધિના લોકો ન માટેનું આશ્રયસ્થાન સહયોગ કુષ્ઠ રોગ આશ્રમ  તેમને આત્મનિર્ભર બનાવી ખાદી ગ્રામ ઉદ્યોગ નું મોટું કામ કરનારા સુરેશભાઈ સોનીનું સન્માન કરવામાં આવ્યું હતું સ્વદેશી જાગરણ મંચ ના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર જી ચૌહાણ,નિલેશ જોશી, ચૈતન્ય ભટ્ટ નિરંજનભાઇ ભટ્ટ કિસાન સંઘના મગનભાઈ પટેલ સાથે મળી સન્માનનીય સૌનુ સન્માન કર્યું દેશ વધુ આત્મનિર્ભર બની વધુ નાના ઉદ્યોગોને વધુ લોકોને રોજી મળે તેવું સૌ એક અવાજે એકબીજાને પ્રોત્સાહિત કરવાની વાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.