Western Times News

Gujarati News

શું સુશાંત સિંહ ગર્લફ્રેન્ડ રિયા સાથે આવો વ્યવહાર ઈચ્છત ?

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી પણ તપાસ થઈ રહી છે, ત્યારે રિયા ચક્રવર્તી રવિવારે પૂછપરછ માટે નાર્કોટિક્સ ક્રાઈમ બ્યૂરો ઓફિસ પહોંચી હતી. એનસીબી ઓફિસ પહોંચતાની સાથે જ લોકોએ તેને ઘેરી લીધી હતી, જેના કારણે તે અસહાય નજર આવી રહી હતી. રિયાની આ તસવીરો તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક

આ તસવીરો સામે આવ્યા બાદ બોલિવુડના ઘણા સેલેબ્સ રિયાના સપોર્ટમાં આવ્યા. શત્રુઘ્ન સિન્હા પણ તેમાંથી એક છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ સુશાંતના ફેન્સને સવાલ કરતાં કહ્યું કે, શું સુશાંત પોતાની ગર્લફ્રેન્ડ રિયા સાથે આવો વ્યવહાર ઈચ્છત? તેમણે તેમ પણ કહ્યું કે, કાયદાને પોતાનું કામ કરવા દેવું જોઈએ. આ મુદ્દા પર આગળ વાત કરતાં તેમણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી લોકો સુશાંતના મોતના મામલે પોતાના વિચાર રાખી રહ્યા છે.

જેમાંથી કેટલાક તો ઘણા સમયથી ન્યૂઝમાં પણ છવાયેલા રહ્યા છે, જ્યારે કેટલાક આ થકી ફરી એકવાર ખબરોમાં આવવા માગે છે. સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. એક્ટરનો મૃતદેહ ૧૪ જૂને તેના બાંદ્રા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. બાદમાં દિવંગત એક્ટરના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી પર દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરરોપ લગાવ્યો હતો. આ સિવાય તેની સામે મની લોન્ડ્રિંગની ફરિયાદ પણ નોંધાવી હતી.

હાલ કેસની સંપૂર્ણ તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. ઈડી મની લોન્ડ્રિંગ એન્ગલથી જ્યારે એનસીબી ડ્રગ એન્ગલથી તપાસ કરી રહ્યું છે. એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ અને અન્ય એકની પણ કેસના કનેક્શનમાં ધરપકડ કરી છે. ગઈકાલે એનસીબીએ ૮ કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.