Western Times News

Gujarati News

સુશાંતે મોતના પહેલાં ડોગ્સ માટે ફંડ ટ્રાન્સફર કર્યું હતું

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતે પોતાના મોતના ૩ દિવસ પહેલા જ તમામ સ્ટાફની સેલેરી આપી દીધી હતી આ વાત તો સૌ કોઈ જાણે છે. જોકે હવે એક્ટર સાથે જોડાયેલી વધુ એક વાત સામે આવી રહી છે. રિપોર્ટ્‌સ છે કે મોતના એક દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાના લોનાવાલા ફાર્મહાઉસ પર રાખેલા ડોગ્સની દેખરેખ માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

આ જાણકારી મૃતક એક્ટરના ત્રણ ડોગ્સ અમર, અબર અને એન્થનીની દેખરેખ કરનારા રઈસે આપી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ડોગ્સ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતા હતા. તેમણે બાંદ્રા ખાતેના ફ્લેટમાં પણ એક ડોગ રાખ્યો હતો. ત્યારે હવે તેમના ફાર્મહાઉસ પર પણ ત્રણ ડોગ્સ રાખ્યા હોવાની રિપોર્ટ આવી રહી છે.

ડોગ્સના કેર ટેકર રઈસે જણાવ્યું કે, ૧૪ જૂનની બપોરે મેં ટીવીમાં જોયું કે સુશાંત સરે આપઘાત કરી લીધો અને પહેલા તો મને વિશ્વાસ જ નહોતો થયો. એક દિવસ પહેલા જ તેમણે મારા એકાઉન્ટમાં અમર, અકબર અને એન્થનીની દેખરેખ માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. રઈસે તેમ પણ જણાવ્યું કે, સુશાંત ફાર્મહાઉસમાં શિફ્ટ થઈને ઓર્ગેનિક ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. રઈસે જણાવે છે કે

સુશાંત સર ફ્રીક્વન્ટલી ફાર્મહાઉસ પર આવતા હતા. તે ૨૦૧૯માં યુરોપ ટ્રિપ બાદ ઠીક નહોતા અને લગભગ ૨ મહિના ફાર્મહાઉસ પર નહોતા આવ્યા. ૨૦૧૮મા તેમણે ફાર્મ રેન્ટ પર લીધું હતું. એક વર્ષ બાદ જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યુઅલનો સમય આવ્યો તો તેઓ તેને ખરીદવા ઈચ્છતા હતા. તે ફાર્મહાઉસમાં હંમેશા માટે શિફ્ટ થવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને જગ્યાને પણ તે હિસાબથી તૈયાર કરવામાં આવી રહી હતી. એગ્રિમેન્ટ મે ૨૦૨૦માં જ ખતમ થઈ ગયું હતું,

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક

પરંતુ સરે જૂન અને જુલાઈનું એડવાન્સ પેમેન્ટ કરી દીધું હતું. સુશાંત છેલ્લીવાર ફાર્મહાઉસ ક્યારે આવ્યા હતા, તેના પર કેર ટેકરે જણાવ્યું કે, તેમણે માર્ચ બાદ અહીં ૨-૩ મહિના સુધી રહેવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ આમ ન થઈ શક્યું. રઈસ જણાવે છે કે, રિયા તથા તેના પિતાના બર્થડે જેવા ખાસ દિવસને ફાર્મ હાઉસ પર સેલિબ્રેટ કરવામાં આવતા હતા. છેલ્લીવાર સુશાંત અહીં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવ્યા હતા. જાન્યુઆરીમાં સુશાંત સર રિયાનો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા. તેમની સાથે સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને કેટલાક મિત્રો હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.