Western Times News

Gujarati News

કોરોનાની માહામારીના સમયમાં વિરપુરની બેન્ક ઓફ બરોડાની સામે જાહેર માર્ગ પર ગટર ઉભરાતાં લોકો ત્રાહિમામ

મેલેરીયા જેવા રોગોને આમંત્રણ આપતી આ ગટરથી ક્યારે છુટકારો મળશે

વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં ઠેર ઠેર ગટર વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવું દેખાઇ રહ્યું છે વિરપુર નગરમાં છેલ્લા એક માસથી બેન્ક ઓફ બરોડાની સામેના જાહેર માર્ગ પર ગટર ઉભરાઈ જાહેર માર્ગ પર ગટરનું દુષીત પાણી એક કીલો મીટર સુધી ફેલાતા અસહ્ય ગંદકી તેમજ દુર્ગંધ આવતી હોવાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે

સ્થાનિક ગ્રામ પંચાયત લાખો રૂપિયાનો વેરો વસુલ કરતી હોવા છતાં નગરજનોને પાયાની સુવિધાઓ આપવામાં અખાડા કાન કરી રહી છે તાજેતરમાં વરસેલા વરસાદના કારણે મોટાભાગની ગટર ઉભરાઈ અને કચરો ભરાઇ જતાં સંપૂર્ણ ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ છે જેના કારણે એક માસથી ગટરનું પાણી જાહેર માર્ગ પર પડી રહું છે જેના કારણે ભારે દુર્ગંધ અને મચ્છર જન્ય રોગોથી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ઉપરાંત આ ગટરની આસપાસ મોટાભાગની સોસાયટીઓ આવેલી છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિર્ણય લેવાતો નથી સ્થાનિક લોકોની માગણીને પંચાયત દ્વારા ગટરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે….

એક માસથી ગટર ઉભરાઈ જાહેર માર્ગ પર દુષીત પાણી ફરી વળ્યુ છે. પુનમ પગી વિરપુર

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.