Western Times News

Gujarati News

સોના અને ચાંદીના ભાવમાં વધારો થતાં બજારમાં મંદી

અમદાવાદ:  અમેરિકન ડોલરમાં આવેલી તેજીને લઈ ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. તેની અસર આજે ઘરેલુ માર્કેટ પર જોવા મળી રહી છે. સોનાની આજની નવી કિંમત સોમવારની જેમ મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં ૯૯.૯ ટકાવાળા સોનાના ભાવ૫૧,૮૬૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધીને ૫૧,૯૮૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા છે.

આ દરમિયાન કિમમતમાં ૧૨૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં ૩૪૦ રૂીપિયાની તેજી નોંધાઈ છે. ઘરેલુ એક્સપર્ટનું માનવું છે કે, દેશ-દુનિયા પર કોરોના વાયરસના કેસના મામલા વધી રહ્યા છે, અને અમેરિકા તથા ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સાથે જ, ભારત અને ચીન જેવા મોટા બજારોમાં ગ્રાહકોની ડિમાંડ નબળી છે.

જેથી સોનાની કિંમત એક સીમામાં રહી શકે છે. અમદાવાદમાં મંગળવારે સોનામાં ૧૦ ગ્રામ (૨૪ કેરેટ)નો ભાવ ૫૨૫૦૦ તથા સોનાના ૧૦ ગ્રામ (૨૨ કરેટ)નો ભાવ ૫૨૩૦૦ બંધ રહ્યો છે. જ્યારે ચાંદીના ચોરસાનો ભાવ ૬૫ હજાર રહ્યો છે. સોમવારની જેમ મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં ૯૯.૯ ટકાવાળા સોનાના ભાવ ૫૧,૮૬૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધીને ૫૧૯૮૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા છે.

આ દરમિયાન કિંમતમાં ૧૨૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઉછાળો નોંધાયો છે. ગોલ્ડની જેમ ચાંદીની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. મંગળવારે બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૬૯,૩૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધીને ૬૯,૬૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.