ઉદ્ધવ ઠાકરે, તુને બહોત બડા બદલા લિયા કલ તેરા ઘમંડ ટૂટેગા : કંગના
શિવસૈનિકોના વિરોધ અને નારેબાજીની વચ્ચે કંગના સુરક્ષિત રીતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. કંગનાના સપોર્ટમાં કરણી સેના આવી હતી. કંગનાની સુરક્ષામાં મુંબઈ પોલીસે ફિલ્ડ માર્શલ, CISF તથા મુંબઈ પોલીસના 24થી વધુ જવાન છે. એરપોર્ટ પર શિવસૈનિકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને નારેબાજી કરી હતી. કંગનાની સાથે તેની બહેન પણ છે. એરપોર્ટ પર કંગનાની વિરુદ્ધમાં તથા સમર્થનમાં નારેબાજી થઈ રહી છે.
ઘરની આસપાસના વિસ્તારને કોર્ડન ઓફ કરવામાં આવ્યો છે. કંગનાની ફ્લાઈટ જ્યારે મુંબઈ લેન્ડ થઈ ત્યારે સૌ પહેલા કંગના તથા તેની ટીમને ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ વ્હીકલમાં બેસીને કંગનાને એરપોર્ટના બીજા ગેટમાંથી બહાર લઈ જવામાં આવી હતી.
तुमने जो किया अच्छा किया ????#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020