Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં સુપર કમિશ્નરનું શાસન

રાજકીય ગોડફાધરોની મહેરબાનીથી જુનિયરો પણ સિનિયર પર રાજ કરી રહ્યાં છે  પ્રમોશન લેવા માટે સિનિયર ઈજનેર અધિકારીઓના સી.આર.ખરાબ કરવાનું ષડયંત્ર

અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં કમિશ્નરને જ સર્વેસર્વા માનવામાં આવી રહ્યા છે. મ્યુનિ.કમિશ્નર દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો વિરોધ થતો નથી તે બાબત સર્વવિધિત છે. પરંતુ મનપામાં ઘમા સમયથી “સુપર કમિશ્નર”ના પણ ભારે પ્રભાવ જાવા મળી રહ્યો છે. મ્યુનિ.કમિશ્નરની ક્ચેરીમાં કામ કરતા એક મહાનુભવ “સુપર કમિશ્નર” સાબિત થઈ ચૂક્યા છે .

મ્યુનિ.કમિશ્નર સમક્ષ જે ફાઈલ રજૂ કરવામાં આવે તેનું “સ્ક્રેનીંગ” આ સુપર કમિશ્નર કરે છે. મનપાના ઉચ્ચ અધિકારીઓએ તેમની ફાઈલોમાં સહી કરાવવા માટે “સુપર કમિશ્નર”ને ખુશ રાખવા પડે છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં જેને “સુપર કમિશ્નર” તરીકે ઓળખવામાં આવી રહ્યા છે તે મહાનુભવ મ્યુનિ.કમિશ્નરના પી.એસ (પ્રાઈવેટ સેક્રેટરી) છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં તેમનો હોદ્દો “ડેપ્યુટી ઈજનેર” કક્ષાનો જ છે.


પરંતુ રાજકીય ગોડ ફાધરોની મહેરબાની હોવાથી રૂઆબ સુપર કમિશ્નર જેવો છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ મહાશય કમિશ્નર ક્ચેરીનો “વહીવટ” કરી રહ્યાં છે તતા તેમનાથી સીનીયર કહી શકાય તેવા અધિકારીઓની ફાઈલો પણ વિના કારણ રીજેક્ટ કરે છે. આ મહાશયને ખાસ “લોબી”નું પીઠબળ હોવાથી “સીટી ઈજનેર” તરીકે પ્રમોશન લેવાની ગોઠવણ કરી રહ્યાં છે.

જેના માટે અંતરાયરૂપ ઈજનેર અધિકારીઓના “સી.આર” ખરાબ કરવાની કામગીરી પણ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં સારા પદ પર નોકરી મેળવવા ઓછા અનુભવ અભ્યાસ હોવા છતાં બઢતી લેવા તથા હોદ્દાનો લાભ લઈને પણ સારા-ખોટા કૃત્યો કર્યા બાદ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તેના માટે “રાજકીય ગોડફાધર” હોવા જરૂરી છે. મનપામાં આ પ્રથા ઘણા વખતથી વર્ષાેથી ચાલી રહી છે.

“રાજકીય ગોડફાધર”ની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે.  જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ઉત્તર ઝોનમાં તેમની બદલી કરવામાં આવી હતી.

જ્યાંથી માત્ર છ મહીનામાં જ વાયા વિઝિલન્સ ડિપાર્ટમેન્ટ તેમની મ્યુનિ.કમિશ્નરના “પર્સનલ સેક્રેટરી” તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેની પાછળ રાજકીય દિમાગ કામ કરતા હતા. મ્યુનિ.કમિશ્નર ક્ચેરીમાં અંગત માણસ હોય તો ગોઠવણમાં સરળતા રહે તેવા આશયથી ડે.ઈજનેર કક્ષાના અધિકારીને “સુપર પાવર” આપવામાં આવ્યા છે.

મ્યુનિ.કમિશ્નર સમક્ષ કોઈપણ પ્રોજેક્ટ કે પ્રજાકીય કામોની ફાઈલો રજૂ કરતા પહેલાં તેતો સંપૂર્ણ અભ્યાસ આ મહાશય કરે છે. ત્યારબાદ જ કમિશ્નરની સહી માટે ફાઈલ મોકલવામાં આવે છે. અન્યથા પ્રજાકીય કામોની ફાઈલો પણ તેમના ટેબલ પર ધૂળ ખાતી પડી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશનના “સુપર કમિશ્નર”ને સીટી ઈજનેર તરીકે પ્રમોશન લેવાની તાલાવેલી થઈ છે. એકાદ વર્ષ બાદ તેમને એડીશનલ ઈજનેર તરીકે પ્રમોશન મળી રહ્યું છે.


પરંતુ મનપામાં આઠ કરતાં વધુ એડીશનલ ઈજનેર હોવાથી “સીટી ઈજનેર” તરીકે તેમનો ગજ વાગે તેમ નથી તે બાબત તેઓ ભલી ભ્રાંતી સમજે છે. તેથી તમામ એડીશનલ ઈજનેરના “સી.આર” ખરાબ કરીને પ્રમોશન મેળવવાની રાજનીતી શરૂ થઈ છે. ૨૦૧૭માં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા તૂટી ગયા હતા તે સમયે લગભગ ૦૬ એડીશનલ ઈજનેરને શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી.

જેની ફાઈલો બંધ થઈ નથી. તે સમયે જેમને નોટીસ આપવામાં આવી હતી તેમના માથે લટકતી તલવાર રાખવામાં આવી છે. જ્યારે તે સમયે જેમને નોટીસો આપવામાં આવી ન હતી તેમને ચાર દિવસ અગાઉ નક્કર કારણો વિના જ “ખુલાસા પત્ર” મોકલવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશ્નરે જે “કેચપીટ-મેનહોલ”ની ઝુંબેશ શરૂ કરી છે

તેની આડમાં ચાર એડીશનલ ઈજનેરોના “સી.આર” ખરાબ કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.કમિશ્નર ક્ચેરીના સર્વેસર્વા નૈનેશ દોશીએ બારોબાર વિજીલન્સ વિભાગના એ.ઈ. અને એ.સી.ઈ.ને ઓર્ડર આપી જે તે વોર્ડમાં મોકલ્યા હતા તથા મશીનરીનો યોગ્ય ઉપયોગ થતો નથી તેવા રીપોર્ટ તૈયાર કરાવ્યા હતા.

જેને આધાર બનાવીને આઈ.આર.ખાતા દ્વારા નોટિસ આપવામાં આવી છે.  મ્યુનિ.કોર્પાેરેશનમાં  આગામી એક વર્ષમાં સીટી ઈજનેરની બે જગ્યા ખાલી થઈ રહી છે. જેમાં સીટી ઈજનેર (ડ્રેનેજ) અને સીટી ઈજનેર (રીવર ફ્રન્ટ)નો સમાવેશ થાય છે. મ્યુનિ.કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશીને સીટી ઈજનેર (રીવરફ્રન્ટ) પદે પ્રમોશન લેવા તલપાપડ છે. તેથી તેઓ અડચણરૂપ તમામ એડીશનલના સી.આર.ખરાબ થાય તેનું ધ્યાન રાખી રહ્યા છે.


તેમની સાથે પ્રણય શાહ અને અશોક સકસેનાને પણ એડીશનલ ઈજનેર તરીકે બઢતી મળવાની છે. તેથી અશોક સકસેનાને પણ નોટીસ આપી “સી.આર” બગાડવામાં આવ્યો છે. જ્યારે પ્રણય શાહ પર “રાજકીય ગોડફાધર”ની મહેરબાની હોવાથી તેઓ બચી ગયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે કેચપીટ-મેન હોલના રાઉન્ડ અને પ્રેઝન્ટેશન દરમિયાન પૂર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનનું પર્ફાેર્મન્સ સૌથી ખરાબ રહ્યું હતું.

તેમ છતાં આ ત્રણ ઝોનનાં એડીશનલ સામે કાર્યવાહી કરવામાં આવી નથી જેનું મુખ્ય કારણ રોડ મામલે તેમને નોટીસ આપવામાં આવી હતી. ભૂતકાળમાં સેન્ટ્રલ ઓફીસના એક જવાબદાર અધિકારીએ આ જ પદ્ધતિ અપનાવી ૧૫ કરતાં વધુ સિનિયર અધિકારીઓની કારર્કિદીના ભોગે પ્રમોશન લીધું હતું. તે જ પદ્ધતિનો અમલ નૈનેશ દોશી કરી રહ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.