Western Times News

Gujarati News

બોપલનું તળાવ ગટરના પાણીથી ઉભરાયું

ઔડાએ કરેલો ખર્ચ પાણીમાં : તીવ્ર દુર્ગંધથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરને મેટ્રોસીટીમાં સ્થાન મળતા જ તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે જાકે મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા છેવાડાના વિસ્તારોમાં આવશ્યક સેવાઓ યોગ્ય રીતે પુરી પાડવામાં આવતી નહી હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે આ પરિસ્માંથિતિમાં અમદાવાદ શહેરને અડીને આવેલા અને ખૂબજ ઝડપથી વિકસિત બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા તળાવ બનાવવામાં આવેલું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતા.


અત્યારે આ સમગ્ર તળાવ ગટરના પાણીથી ઉભરાઈ ગયું છે અને આ પાણીની તીવ્ર વાસથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે એક બાજુ અમદાવાદ શહેરમાં તળાવોનો વિકાસ કરવાની યોજના ચાલી રહી છે ત્યારે બીજીબાજુ બોપલનું તળાવ ગટરના પાણીથી છલકાઈ જતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.

અમદાવાદ શહેરમાં અનેક સ્થળો પર વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રંટ, કાંકરિયા લેક સહિતના સ્થળોનો વિકાસ કરી પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહયા છે આ ઉપરાંત વસ્ત્રાપુર સહિતના તળાવોને વિકસાવવામાં આવ્યા છે જેના પરિણામે આ સ્થળો પર મોડી રાત સુધી મોટી સંખ્યામાં નાગરિકો જાવા મળતા હોય છે તળાવોના વિકાસ માટે ખાસ યોજના બનાવવામાં આવી છે પરંતુ આ યોજનામાં રહેલી ખામીઓના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.

વસ્ત્રાપુર તળાવ પણ સાવ સુકાઈ જતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો આ દરમિયાનમાં ઔડા દ્વારા અમદાવાદ શહેરને અડીને આવેલા બોપલ વિસ્તારમાં પણ તળાવ બનાવવામાં આવ્યું હતું અને તેને વિકસાવવા માટેની સમગ્ર યોજના અમલી બનાવવામાં આવી હતી.

ખૂબ જ ઝડપથી વિકસી રહેલા બોપલ વિસ્તારમાં તળાવ બનતા જ સ્થાનિક નાગરિકો ખુશખુશાલ થઈ ગયા હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહયું છે

જેના પરિણામે હાલમાં આ તળાવ ગટરના ગંદા પાણીથી ઉભરાવવા લાગતા જ તેની તીવ્ર વાસ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહી છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી રહયા છે

આ અંગે વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. ઔડાના અધિકારીઓ પણ આ સમગ્ર ઘટનાથી ચોંકી ઠયા છે અને ટુંક સમયમાં જ બોપલવાસીઓની આ સમસ્યા દુર કરવા માટે સક્રિય પગલા ભરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.