Western Times News

Gujarati News

સરદારનગરમાં પોલિસના દરોડા-દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો

અમદાવાદ : શહેરમાં સૌથી દારૂના હબ સમાન ગણાતા સરદારનગર અવારનવાર સ્થાનકિ પોલીસ તથા ક્રાઈમ બ્રાચ દ્વારા દરોડા પાડવામાં આવે છે સરદારનગર છરાનગર તથા આસપાસ વિસ્તારમા મોટા પાયે દેશી દારૂ બનાવાવ તથા દેશી અને ઈગ્લીશ દારૂના વેચવાની પ્રવૃત્તિઓ મોટેપાયે ચાલી રહી છે.

જા કે પોલીસ દ્વારા વારંવાર દરોડા પાડીને દારૂનો જથ્થાનો નાશ કરાયા બાદ કેટલાંય બુટલેગરો વિરુદ્ધ કેસ કરીને જેલની હવાલે કરવામા આવ્યા છે તેમ છતા આ વિસ્તારોમાં દારૂની બદીને ડામવામાં પોલીસ સહમત નિષ્ફળ રહી છે થોડા દિવસોમાં અગાઉ જ સ્થાનિક પોલીસે ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ કરી હતી ત્યાર બાદ ગઈકાલે સાંજે ઝોન ૪ની ટીમો બનાવી પોલીસ ત્રાટકી હતી અને હજારો લિટર વોશ દારૂ બનાવવાનું નો નાશ કર્યો હતો.

ઝોન ૪ની ૧૫૦ જેટલો પોલીસે પાચ ટીમો બનાવી હતી અને સાજના સુમારે સરદારનગરમા ફરી વખત ઘરે ઘરેથી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો પોલીસે કુલ ૫ હજાર લિટરથી વધુનાં જથ્થાનો નાશ કર્યચો હતો જ્યારે કેટલાક બુટલેગરો વિરુદ્ધ વીસ કેસ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝોન ૪ની ટીમે સમગ્ર વિસ્તારમાં ત્રાટકીને ફરી અકે વખત મોટે પાયે દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

બીજી તરફ આ વિસ્તારમાં અવારનવાર દરોડા પાડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવા આવે છે તેમ છતાં પોલીસ સદતર ડામવામાં કેમ નિષ્ફળ રહી છે તે આશ્ચર્યની વાત છે સરદાર નગર છાશનગરમાં રહીશો પણ અચબામા છે કે પોલીસ દ્વારા વારવારની કાર્યવાહી છતાં આટલાં મોટા પ્રમાણમાં દારૂ કઈ રીતે આવે છે અને બુટલેગરો ગણતરીના કલાકોમાં જ ફરી સક્રિય કઈ રીતે થાય છે

કેટલાક લોકો આમાં લાચીયા પોલીસની સંડોવણી હોવાના આક્ષેપ પણણ લગાવી રહ્યા છે ત્યારે સરદારનગરમાં ખરેખર દાળમાં કાઈક કાળુ હોવાની શકં લોકોને થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.