Western Times News

Gujarati News

અશોક લેલેન્ડએ ‘બડા દોસ્ત’ લોંચ કરી

સંપૂર્ણપણે નવા LCV પ્લેટફોર્મ પર નિર્મિત પ્રથમ પ્રોડક્ટ બડા દોસ્ત ‘મેડ ઇન ઇન્ડિયા, ફોર ધ વર્લ્ડ ’ છે

14 સપ્ટેમ્બર, 2020, ચેન્નાઈઃ અશોક લેલેન્ડ હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક છે, જેણે આજે બડા દોસ્ત પ્રોડક્ટ લોંચ કરી હતી અને સાથે સાથે LCV (લાઇટ કમર્શિયલ વ્હિકલ) રેન્જમાં એની વિવિધ પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની કટિબદ્ધતા મજબૂત કરી હતી. આ રીતે કંપનીએ સ્થાનિક LCV બજારની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એની પ્રોડક્ટમાં વધારો કર્યો છે.

બડા દોસ્ત એ દોસ્ત બ્રાન્ડના પાયા પર નિર્મિત છે, જે વિશ્વસનિયતા, માઇલેજ અને સુવિધા માટે પ્રસિદ્ધ છે. જ્યારે આ ટેકનોલોજી અને ડ્રાઇવર સુવિધા પર ગ્રાહક-કેન્દ્રિત ખાસિયતો ધરાવને છે, ત્યારે અત્યાધુનિક અને ભવિષ્ય માટે સજ્જ છે. લેટેસ્ટ BS-VI એન્જિન સાથે સજ્જ એના બે વેરિઅન્ટ i4 અને  i3 અનુક્રમે 1,860 કિલોગ્રામ અને 1,405 કિલોગ્રામની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતા ધરાવે છે. બડા દોસ્ત શરૂઆતમાં 7 રાજ્યોમાં લોંચ થયું છે અને આગામી 3 મહિનાઓમાં તબક્કાવાર રીતે આખા ભારતમાં ઉપલબ્ધ છે. એનું બુકિંગ અને ડિલિવરીની સુવિધા ફિઝિકલ અને ડિજિટલ એમ બંને પ્લેટફોર્મ પર મળશે. એની કિંમત એક્સ-શોરૂમ (મુંબઈ) રૂ. 7.75 લાખ અને રૂ. 7.95 લાખ (i3 LS અને LX) તથા રૂ. 7.79 લાખ અને રૂ. 7.99 લાખ (i4 LS અને LX) છે.

અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ કહ્યું હતું કે, “આજે અમારા માટે સીમાચિહ્નરૂપ દિવસ છે, કારણ કે અમે ટોચના 10 આંતરરાષ્ટ્રીય CV ઉત્પાદકોમાં સામેલ થવાના વિઝન તરફ અગ્રેસર છીએ. નવું ઇન-હાઉસ વિકસિત પ્લેટફોર્મ અમારી લાંબા ગાળાના LCV સ્ટ્રેટેજીનો મુખ્ય ભાગ છે, જેનો ઉદ્દેશ સેગમેન્ટમાં અન્ય હાલની ઓફર સાથે અશોક લેલેન્ડ (AL)ને ગંભીર અને મહત્ત્વપૂર્ણ કંપની તરીકે પોઝિશન મેળવવાનો છે. આ તમામ ઓફર LCV પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ગેપ ભરે છે. અમારી રેન્જ રાઇડ-હેન્ડ-ડ્રાઇવ અને લેફ્ટ-હેન્ડ-ડ્રાઇવ એમ બંનેમાં ઉપલબ્ધ થશે, જે અમને વધારે આક્રમક રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચવા સક્ષમ બનાવશે. આગળ જતા ઇલેક્ટ્રોનિક વર્ઝન પ્રસ્તુત કરવાની યોજના પણ છે.”

અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શ્રી વિપિન સોંઢીએ કહ્યું હતું કે, “LCV સેગમેન્ટ અમારા માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે. હાલ બજારમાં અત્યારે CV ઉદ્યોગમાં સુધારો આ સેગમેન્ટથી સંચાલિત છે. બડા દોસ્ત સાથે અમે આ બજારની મહત્ત્વપૂર્ણ જરૂરિયાતો પૂરી કરીશું, જે ઘણું આશાસ્પદ છે. LCVs અમારા વૃદ્ધિ થતા વ્યવસાયો પૈકીનો એક છે, જે નાણાકીય વર્ષ 2019-20ના અમારા વેચાણમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ચાલુ વર્ષે પણ વૃદ્ધિ જળવાઈ રહશે. આ નવી પ્રોડક્ટ મજબૂત બડા દોસ્ત સાથે અમને દુનિયાભરમાં અમારા ગ્રાહકોના પરિવારમાં વધારો થવાની ખાતરી છે, જેઓ ગુણવત્તા અને નફાકારકતાને મહત્ત્વ છે.”

અશોક લેલેન્ડના સીઓઓ શ્રી નીતિન સેઠએ કહ્યું હતું કે, “અમારા દોસ્ત LCVs તેમના સંબંધિત સેગમેન્ટમાં અતિ સફળ કેટલાંક વાહનોમાં સામેલ છે. વર્ષ 2011-12માં પ્રથમ દોસ્ત લોંચ કર્યા પછી અત્યાર સુધી અમે પોર્ટફોલિયોમાં ઓછી પ્રોડક્ટ સાથે પણ બજારમાં વધુને વધુ હિસ્સો મેળવવાનું જાળવી રાખ્યું છે. કાર જેવા અનુભવ અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે દોસ્ત બ્રાન્ડે ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. મને ખાતરી છે કે, બડા દોસ્ત ઉચિત સમયે પ્રસ્તુત થયેલી યોગ્ય પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ દોસ્ત બ્રાન્ડને નવી ઊંચાઈએ પહોંચાડવાની કામગીરીને આગળ વધારશે. આ હોસુરમાં અમારી નવી ઇન્સ્ટોલ કરેલી, અત્યાધુનિક, સંપૂર્ણપણે રોબોટિક ક્યુબિંગ લાઇનમાં નિર્મિત થશે. 24×7 સર્વિસ સપોર્ટ અને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ સાથે આ ખરાં અર્થમાં અમારી બ્રાન્ડની ફિલોસોફી ‘આપકી જીત, હમારી જીત’નું શ્રેષ્ઠ
ઉદાહરણ છે.”

બડા દોસ્ત સંપૂર્ણ નવા મજબૂત LCV પ્લેટફોર્મ નિર્મિત પ્રથમ પ્રોડક્ટ છે અને લોંચ પર બે વેરિઅન્ટ ધરાવે છે – i3 અને i4. આ 80 hp BS6 એન્જિન સાથે સજ્જ છે, જે શ્રેષ્ઠ પાવર અને માઇલેજ, શ્રેષ્ઠ પેલોડ અને શ્રેષ્ઠ લોડ બોડી લેંગ્થ ધરાવે છે, જે ગ્રાહકોને ટ્રિપદીઠ વધારે નફો કમાવવામાં મદદરૂપ થશે. પોતાની ઓછી ટર્નિંગ રેડિયસ અને શ્રેષ્ઠ ગ્રાઉન્ડ ક્લીઅરન્સને કારણે બડા દોસ્ત શહેરની અંદર અને શહેરો વચ્ચે ઉપયોગિતા માટે આદર્શ વાહન છે તથા સરળતાપૂર્વક તમામ વિસ્તારોમાં અવરજવર કરી શકે છે.

બડા દોસ્ત સેગમેન્ટમાં સૌપ્રથમ 3-સીટર વોકથ્રૂ કેબિન ધરાવે છે, જે શ્રેષ્ઠ સુવિધા આપે છે. ફોલ્ડેબલ બેક રેસ્ટ અને કોલપ્સિબલ હેન્ડ-બ્રેક સાથે ગ્રાહક એનો ઉપયોગ ટ્રિપ વચ્ચે આરામ માટે કરી શકે છે. સુવિધાજનક રીતે પોઝિશન ધરાવતું ડેશ માઉન્ટેડ ગીઅર શિફ્ટ લીવર, ડ્યુઅલ ટોન ડેશબોર્ડ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સુંદરતામાં વધારો કરે છે તથા ગ્રાહકને પ્રીમિયમ કાર જેવો અનુભવ આપે છે. વાહન પાવર સ્ટીઅરિંગ ધરાવે છે અને ગ્રાહકો એસીનો વિકલ્પ પણ ધરાવે છે, જે લાંબી ટ્રિપમાં આનંદદાયક અનુભવ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.