Western Times News

Gujarati News

લદાખમાં શિયાળામાં મોરચો સંભાળવાની સેનાની તૈયારી

File

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં એલએસીમાં ચીનની સાથે વધતા તણાવની વચ્ચે ભારતીય સેનાએ પોતાની તૈયારી મજબૂત કરી લીધી છે. ભારતીય સેના આખો શિયાળો એલએસી પર તૈનાત રહેવા તૈયાર છે. તેના માટે સેનાએ ગરમ કપડાં, રાશન, ટેન્ટ અને હીટર સહિતની વ્યવસ્થા કરી લીધી છે. તે ઉપરાંત પણ સેનાએ અન્ય સામાનનો સ્ટોક પૂરો કરી લીધો છે. ફોરવર્ડ પોસ્ટો સુધી બધો સામાન પહોંચાડી દેવાયો છે. આર્મીના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબો ચાલે એ અમે નથી ઈચ્છતા, પરંતુ જો એવી સ્થિતિ ઊભી થઈ તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ચીનને જો પ્રોટોકોલનું પાલન કરવું છે

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

તો પુરેપુરું કરે અને દરેક જગ્યાએ ફોલો કરે, માત્ર ગણતરીના પ્રોટોકોલ ન ચાલી શકે. તેમણે કહ્યું કે, ઈન્ડિયન આર્મી દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પૈંગોંગ લેકના ઉત્તર કિનારે ફિંગર એરિયા પર ચીને દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે અને હવે જ્યારે પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે બધી મહત્વની ટેકરીઓ પર મોરચો સંભાળી ભારતીય સેનાએ પોતાની ઉપસ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે, તો ચીન હવે પ્રોટોકોલની વાત કરી રહ્યું છે. આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતની પાસે એવા સ્ટ્રેટેજિક એરલિફ્ટ પ્લેટફોર્મ છે,

જેનાથી રોડ કનેક્ટિવિટી કપાઈ જાય તો પણ ભારતીય સેના અને એરફોર્સ મળીને એક-દોઢ કલાકમાં જ દિલ્હીથી લદાખ અને ફોરવર્ડ પોસ્ટો સુધી જરૂરી સામાન અને સૈનિકોને પહોંચાડી શકે છે.

જોકે, આ મહિને રોહતાંગ ટનલનું ઉદ્ધાટન થઈ જશે, તે પછી લદાખ રીજન સુધી ઓલ વેધર રોડ કનેક્ટિવિટી પણ થઈ જશે. આર્મીના અધિકારીએ જણાવ્યું કે, ૯ હજારથી ૧૨ હજાર ફૂટ ઊંચાઈ સુધી સૈનિકોન એક્સટ્રીમ કોલ્ડ ક્લાઈમેટ  ક્લોથિંગ આપવામાં આવે છે અને ૧૨ હજારથી વધુ ઊંચાઈ પર તૈનાત સૈનિકોને સ્પેશ્યલ ક્લોથિંગ એન્ડ માઉન્ટેનિયરિંગ ઈક્વિપમેન્ટ  આપવામાં આવે છે.

એક જવાન માટે એસસીએમઆઈનો ખર્ચ લગભગ ૧.૨ લાખ રૂપિયા સુધી આવે છે. એલએસી પર તૈનાત બધા સૈનિકો માટે ક્લોથિંગ સહિત બધો જરૂરી સામાન પહોંચાડી દેવાયો છે અને રિઝર્વ સ્ટોક પણ મોકલવાનું કામ ચાલુ છે. બધા ટેમ્પરરી શેલ્ટર પણ તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ફોરવર્ડ એરિયામાં તૈનાત સૈનિકોને નોર્મલ રાશન ઉપરાંત સ્પેશ્યલ રાશન આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.